ગ્લેનમાર્ક લાઇફ સાયન્સના IPOનો પ્રાઇસ બેંડ નક્કી થઇ ગયો, 27મીએ ખુલશે

PC: zeebiz.com

ગ્લેનમાર્ક લાઇફ સાયન્સનો IPO 27 જુલાઇએ સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે. આ ઇશ્યૂની પ્રાઇસ બેંડ નકકી કરી દેવામાં આવી છે. બે રૂપિયાની ફેસ વેલ્યૂના શેરો માટે પ્રાઇસ બેંડ 695-720 રાખવામાં આવ્યો છે. કંપનીએ IPOની સાઇઝ ઘટાડી નાંખી છે અને હવે 1060 કરોડ રૂપિયાના જ ફ્રેશ શેરો ઇશ્યૂ કરવામાં આવશે.

પહેલા કંપનીની 1160 કરોડ રૂપિયાના ફ્રેશ શેરો ઇશ્યૂ કરવાની યોજના હતી. પહેલા 73.05 લાખ શેરો માટે ઓફર ફોર સેલ (OFS) લાવવાનું નકકી કરાયું હતું, પણ હવે 63 લાખ શેરો માટે ઓફર ફોર સેલ લાવવમાં આવશે.ગ્લેનમાર્ક લાઇફ સાયન્સ આ IPO દ્રારા રૂપિયા 1513.6 કરોડ રૂપિયા ભેગા કરશે. 3 ઓગસ્ટ 2021ના દિવસે એલોમેન્ટ થશે અને 6 ઓગસ્ટે શેરબજારમાં લિસ્ટીંગ કરાશે.

આ IPOમાં રોકાણકારો 20 શેરનો લોટ અથવા તેના મલ્ટીપલમાં અરજી કરી શકે છે. કવોલિફાઇડ ઇન્સ્ટયૂશનલ બાયર (QIB) માટે IPOનો 50 ટકા કરતા વધારે હિસ્સો રાખવામાં નહીં આવે. રિટેલ ઇન્વેસ્ટર્સ માટે 35 ટકા નોન ઇન્સ્ટીટયૂશનલ ઇન્વેસ્ટર્સ માટે 15 ટકા હિસ્સો અનામત રાખવામાં આવ્યો છે. ગ્લેનમાર્ક લાઇફ સાયન્સ એ ગ્લેનમાર્ક ફાર્માની સબસિડયરી કંપની છે. ઇકવિટી શેરની એવરેજ કોસ્ટ શેર દીઠ 0.14 રૂપિયા રાખવામાં આવી છે.

લિસ્ટીંગના એક દિવસ પહેલા એટલે કે 26 જુલાઇએ રોકાણકાર બીડ ભરી શકશે. લિસ્ટીંગ પછી ગ્લેનમાર્ક લાઇફ સાયન્સ ડિવિઝ લેબોરેટરી, લોરસ લેબ્સ, શિલ્પા મેડિકેર, આરતી ડ્રગ્સ અને એક્ટિવ ફાર્મા સાયન્સની સાથે સ્પર્ધામાં સામેલ થઇ શકે છે. ગ્લેનમાર્ક લાઇફ સાયન્સ આ મહિનાનો પાંચમો IPO હશે. આ પહેલાં કલીન સાયન્સ એન્ડ ટેકનોલોજી, જીઆર ઇન્ફ્રાપ્રોજેકટસ, ઝોમેટો, તત્વ ચિંતન ફાર્મા અને ગ્લેંડ ફાર્માના IPO આવી ચૂક્યા છે.

કોટક મહિન્દ્રા કેપિટલ, ગોલ્ડમેન સેકસ, બોફા સિકયોરિટીઝ,ડીએએમ કેપિટલ, બીઓબી કેપ્સ અને એસબીઆઇ કેપિટલ માર્કેટસ ઇશ્યૂના લીડ મેનેજર છે. નવા શેરો ઇશ્યૂ કરીને 900 કરોડ રૂપિયા ભેગા કરાશે જે દેવાની ચૂકવણી માટે કરવામાં આવશે. આ રકમ કંપનીના API બિઝનેસને અલગ કરવા માટે થઇ હતી. ઉપરાંત બાકી બચેલી 152.76 કરોડ રૂપિયાની રકમનો ઉપયોગ કંપનીની બીજી જરૂરિયાત માટે વપરાશે. કંપનીનો દારોમદાર API બિઝનેશ પર છે. નાણાંકીય વર્ષ 2019 અને 2020માં એના રેવેન્યૂમાં API બિઝનેશનો હિસ્સો અનુક્રમે 89.87 ટકા અને 84.16 ટકા હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp