26th January selfie contest

વૈશ્વિક બજારો 28% તુટ્યા, સેન્સેક્સ તથા નિફ્ટીનું સારું પ્રદર્શન

PC: businesstoday.in

ભારતીય શેર બજારે આ વર્ષે અત્યાર સુધી વિશ્વભરના પ્રમુખ બજારોની સરખામણીમાં સારું પ્રદર્શન કર્યું છે. તમામ મોટા બજારોના બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં 3.5થી 28 ટકા સુધીનો કડાકો આવ્યો છે, જ્યારે, સેન્સેક્સ અને નિફ્ટી લગભગ લગભગ સ્થિર જ છે. 2020 પછીથી ભારતીયોએ દરેક ચાર સેકન્ડમાં ત્રણ નવા ડીમેટ ખાતા ખોલાવ્યા છે. SIPમાં રેકોર્ડ વૃદ્ધિ જોવા મળી છે. તેના કારણે બેન્ચમાર્ક નિફ્ટી 50એ S&P 500, ડાઉ જોન્સ, નિક્કાઇ અને FTSE સહિત મોટા એક્સચેન્જોને પછાડી દીધું છે. આ સ્થિતિ વિદેશી રોકાણકારો દ્વારા ઓક્ટોબર 2021થી જૂન 2022 દરમિયાન ભારતીય શેર બજારથી નેટ 2,71,950 કરોડ રૂપિયા બહાર કાઢ્યા બાદ પણ છે.

2022માં વૈશ્વિક બજારોની સ્થિતિ

નિફ્ટી – ભારત – 0.15 ટકા

સેન્સેક્સ – ભારત – 0.10 ટકા

FTSE – બ્રિટન – માઇનસ 3.58 ટકા

નિક્કાઇ – જાપાન – માઇનસ 5.92 ટકા

ડાઉ જોન્સ – અમેરિકા – માઇનસ 15.75 ટકા

S&P 500 – અમેરિકા – માઇનસ 19.25 ટકા

ડેક્સ – જર્મની – માઇનસ 20.47 ટકા

નાસ્ડેક – અમેરિકા – માઇનસ 27.69 ટકા

એશિયાના શેર બજારોમાં મજબૂતિ દરમિયાન ભારતીય બજારમાં મંગળવારે સતત બીજા દિવસે તેજી જોવા મળી. એક સમયે સેન્સેક્સ 965 પોઇન્ટના ઉછાળા સાથે દિવસની 60,106 સુધી પહોંચ્યું હતું. ઉપરના સ્તરો પર પ્રોફિટ બુકિંગ પણ આવ્યું. છતાં પણ સેન્સેક્સ 578 પોઇન્ટની તેજી સાથે 59,720 પર બંધ આવ્યું હતું. નિફ્ટીમાં 194 પોઇન્ટ્સનો વધારો રહ્યો અને તે 17,816 પર બંધ આવ્યું. ફાર્મા, ઓટો, રિયલ્ટી, મેટલ શેરોની આગેવાનીમાં ચારે બાજુ ખરીદી જોવા મળી હતી.

આજે એટલે કે, બુધવારે માર્કેટ ફ્લેટ કારોબાર કરી રહ્યું હતું. ત્રીજા કારોબારી દિવસ એટલે કે, બુધવારે 21મી સપ્ટેમ્બરના રોજ ભારતીય શેર બજારમાં કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ 262 પોઇન્ટ્સના કડાકા સાથે 59,456ના સ્તર પર બંધ આવ્યું. નિફ્ટી 93 પોઇન્ટ્સ તુટીને 17,718ના સ્તર પર બંધ આવ્યું. સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેરો લાલ નિશાનમાં રહ્યાં. જ્યારે ફક્ત 7 શેરોમાં જ તેજી જોવા મળી હતી. બીજી બાજુ સોના ચાંદીમાં તેજી જોવા મળી. આજે 24 કેરેટ સોનાનો ભાવ 49,606 રૂપિયા પ્રતિ ગ્રામ પર બંધ આવ્યું. ચાંદીની વાત કરીએ તો આજે 56,667 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઇ. આજે રૂપિયો ડોલરની સરખામણીમાં 26 પૈસા નબળો પડ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp