ગાંધીનગર ઇન્ટરનેશનલ એક્સચેન્જમાં હવે સોનાનું ટ્રેડીંગ થશે

PC: Business Line.com

દેશનાં પ્રથમ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ બીએસઈનાં ઇન્ડિયા INXને આજે ગોલ્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સમાં ટ્રેડિંગ શરૂ કરવા સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા પાસેથી મંજૂરી મળી ગઈ છે. આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ ભારત અને આઇએફએસસીમાં સૌપ્રથમ હશે, જે 30 ઓગસ્ટને બુધવારથી ટ્રેડિંગ શરૂ કરશે.

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને CEOવી બાલાસુબ્રમનિયમે કહ્યું હતું કે, “અમને ગોલ્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સ લોંચ કરનાર સૌપ્રથમ હોવાની ખુશી છે અને આ મહિનાની અંદર ટ્રેડિંગ શરૂ થશે. આ લોંચ બજારમાં ભાગીદારી વધારશે અને વર્તમાન ફ્યુચર્સમાં પૂરક બનશે. તે સહભાગીઓને રોજિંદી ચડઉતર વિશે ચિંતા કર્યા વિના તેમનાં જોખમને હેજ કરવાની તક પ્રદાન કરશે. આ માધ્યમ ગ્રાહકને ભવિષ્યની તારીખે વર્તમાન કિંમતે ખરીદી કે વેચાણ કરવાનો અધિકાર આપશે. બીએસઈનાં ઇન્ડિયા આઇએનએક્સ પર અન્ય ગોલ્ડ કોન્ટ્રાક્ટ્સનો વિચાર કર્યા વિના અમે દરરોજ 35 મિલિયન ડોલરનું સરેરાશ ટર્નઓવર કરીએ છીએ.”

બીએસઇ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની India INXએ 16 જાન્યુઆરીનાં રોજ ટ્રેડિંગ કામગીરી શરૂ કરી હતી અને તે ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં સ્થાપિત ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ છે. તે 4 માઇક્રો સેકન્ડનાં ટર્ન-એરાઉન્ડ ટાઇમ સાથે વિશ્વનું અત્યાધુનિક ટેકનોલોજી પ્લેટફોર્મમાંનું એક છે તથા વિશ્વમાં કોઈ પણ જગ્યાએથી ટ્રેડિંગ કરવા આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને બિનનિવાસી ભારતીયોને દરરોજ 22 કલાક કામ કરવાની સુવિધા આપે છે. એક્સચેન્જ અસ્કયામતનાં તમામ વર્ગો – ઇક્વિટીઝ, કરન્સી, કોમોડિટીઝ માટે સામાન્ય પ્લેટફોર્મ પ્રદાન કરે છે. એક વખત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ જાય પછી ડિપોઝિટરી રીસિપ્ટસ અને બોન્ડ્સ ઓફર કરશે.

ઇન્ડિયા આઇએનએક્સ ભારતીય એક્સચેન્જો અને હોંગકોંગ, સિંગાપોર, દુબઈ, લંડન અને ન્યૂયોર્ક જેવા અન્ય વૈશ્વિક એક્સચેન્જથી વધારે સ્પર્ધાત્મક ખર્ચે ઉત્પાદનો અને ટેકનોલોજી સર્વિસનો વિવિધ પોર્ટફોલિયો ઓફર કરે છે. એક્સચેન્જ ગિફ્ટ સિટીનાં આઇએફએસસીમાં સ્થિત છે, જે કરવેરાનાં માળખા અને નિયમનકારી માળખાની દ્રષ્ટિએ સ્પર્ધાત્મક લાભ પ્રદાન કરે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp