મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને કઇ કંપનીઓએ સૌથી વધુ નુકશાન કરાવ્યું?

PC: bhaskar.com

સરકારી કંપનીઓ છેલ્લાં 6 વર્ષમાં સૌથી મોટી વેલ્થ ડિસ્ટ્રોયર ( સંપતિનું ધોવાણ કરનારી) રહી.જયારે બજારમાં આ સરકારી કંપનીઓ યા તો મોનોપોલી બિઝનેસમાં છે અથવા સ્પર્ધકોની સંખ્યા ઓછી છે.આ વાત સોમવારે મ્યુચ્યુઅલ ફંડ વિશે યોજાયેલા એક વેબિનારમાં અસેટ મેનેજરોએ કરી હતી.બધાનો સૂર એક જ હતો કે સરકારી કંપનીઓએ મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને મોટું નુકશાન પહોંચાડયું છે.

 ફ્રેન્કલિન ટેમ્પલટન્ટના સીઇઓ આનંદ રાધાકૃષ્ણને કહ્યું હતુ કે,જો તમે  એવી કંપનીઓને શોધવાનું શરૂ કરશો જેમણે છેલ્લાં 6 વર્ષમાં રોકાણકારોના ફંડને સૌથી વધુ નુકશાન પહોંચાડયું છે તો તમને જાણ થશે કે કયાં એ સરકારી કંપનીઓ હશે, કયાં સરકારી બેંકો હશે અથવા સરકારી તેલ માર્કેટીંગ કંપની હશે.વેબિનારમાં તેમણે કહ્યું કે,સરકાર યા તો આ સરકારી કંપનીઓમાં સુધારો કરે અથવા કંપનીમાંથી બહાર નિકળી જાય.કોનકોર અને બીપીસીએલનું વ્યુહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ હજુ લટકેલું જ છે.

એસબીઆઇ  મ્યુ. ફંડના સીઇઓ નવનીત મુનાતે કહ્યું હતુ કે, માર્ચ 2009 પછી પીએસયુ ઇન્ડેકસ સ્થિર જ રહ્યો છે. જયારે એની સામે અન્ય કંપનીઓએ આ સમયગાળામાં  5 ગણું વળતર આપ્યું છે.તમે અંદાજ લગાવી શકો કે રોકાણકારોનું કેટલું મોટું નુકશાન ગયું હશે.

કોટક મ્યુ. ફંડના એમડી અને સીઇઓ નિલેશે મહાનગર ટેલિકોમ લિ. ( એમટીએનએલ)નો દાખલો આપતા કહ્યું હતું કે એક જમાનામાં સરકારી કંપની એમટીએનએલની માર્કેટ કેપ રિલાયન્સ ઇન્ડ. કરતા પણ વધારે હતી. પરંતુ આજે એ સ્થિતિ છે કે રિલાયન્સનું માર્કેટ કેપ બધા લિસ્ટેડ પીએસયુના કુલ માર્કેટ કરતા પણ વધારે છે.

જુલાઇ- ઓગસ્ટ 2020ના બે મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ શેરબજારમાંથી કુલ 17,600 કરોડની રકમ બહાર કાઢી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp