પહેલીવાર ક્રિપ્ટોમાં નિવેશના મામલામાં આ દેશોને પાછળ છોડી ભારત બન્યું નંબર વન

PC: marca.com

એક રિપોર્ટ અનુસાર, વીતેલા ત્રણ મહિનામાં પહેલીવાર ક્રિપ્ટોકરન્સીમાં નિવેશ કરનારા નિવેશકોની સંખ્યાના મામલામાં ભારત સૌથી આગળ છે. આ મામલામાં ભારતે બ્રાઝીલ અને હોંગકોંગને પણ પાછળ છોડી દીધા છે. ઉલ્લેખનીય છે કે, આ યાદીમાં ટોપ-3માં ભારત, બ્રાઝીલ અને હોંગકોંગ એવા દેશ છે, જેમા દુનિયાભરમાં સૌથી વધુ નવા નિવેશકો હતા.

54%એ પહેલીવાર કર્યું રોકાણ

ભારત એ ટોચના દેશોમાં સામેલ છે, જ્યાં છેલ્લાં ત્રણ મહિનામાં ક્રિપ્ટો અપનાવાની સંખ્યા ઘણી વધી છે. ક્રિપ્ટો એક્સચેન્જ જેમિનીના એક રિપોર્ટ અનુસાર, હાલમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં આ વાત સામે આવી છે. તે અનુસાર, ભારતના 54 ટકા કરતા વધુ ઉત્તરદાતા છેલ્લાં એક વર્ષમાં પહેલીવાર ક્રિપ્ટોકરન્સીના નિવેશક હતા. જ્યારે બ્રાઝીલ અને હોંગકોંગમાંથી પ્રત્યેકમાં 51% ઉત્તરદાતાઓએ કહ્યું કે, તેમણે છેલ્લાં એક વર્ષમાં પહેલીવાર ક્રિપ્ટોકરન્સીમાં નિવેશ કર્યું.

આ સર્વે નવેમ્બર 2021 અને ફેબ્રુઆરી 2022ની વચ્ચે દુનિયાભરના 20 દેશોમાં કરવામાં આવ્યો. તેમા આ દેશોના લગભગ 30000 વ્યક્તિઓને સામેલ કરવામાં આવ્યા. ટોપ-3 દેશોની વાત કરીએ તો આ સર્વેમાં ભારતમાંથી 1706, બ્રાઝીલમાંથી 1700 અને હોંગકોંગમાંથી 1105 ઉત્તરદાતા સામેલ કરવામાં આવ્યા હતા.

રિપોર્ટમાં વધુ એક વાત સામે આવી છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે, ક્રિપ્ટોકરન્સીના અસ્થિરતાભર્યા બજારમાં જ્યાં દુનિયાભરનો રસ વધી રહ્યો છે, ત્યાં આ મામલામાં મહિલાઓ પુરુષો કરતા જરા પણ પાછળ નથી. રિપોર્ટ અનુસાર, પહેલા કરતા અનેકઘણી વધુ મહિલાઓ ક્રિપ્ટોકરન્સીમાં નિવેશ કરી રહી છે. જણાવી દઈએ કે, ભારતમાં સરકાર દ્વારા ક્રિપ્ટો પર ભારે ટેક્સનો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે, છતા ક્રિપ્ટોમાં નિવેશ કરનારી મહિલાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, અન્ય ક્ષેત્રોની સરખામણીમાં યુરોપના દેશોમાં ક્રિપ્ટો વિશે જાણકારી મેળવનારા અને આવનારા સમયમાં તેમા નિવેશ કરવાની યોજના બનાવનારાઓની સંખ્યા સૌથી વધુ મળી આવી. આયર્લેન્ડ 58% સાથે આ મામલામાં સૌથી ઉપર છે. આ મામલામાં પણ મહિલાઓનો આંકડો ઘણો વધુ છે. આવનારા વર્ષમાં પહેલીવાર ક્રિપ્ટો ખરીદવાની યોજના બનાવનારાઓમાં મહિલાઓનો આંકડો 47% છે.

જે મહિલાઓ આવતા વર્ષે ક્રિપ્ટોમાં નિવેશ કરવાની યોજના બનાવી રહી છે, તેમાથી અડધા કરતા વધુ મહિલાઓ ઈઝરાયલ, ઈન્ડોનેશિયા અને નાઈઝીરિયા જેવા વિકાસશીલ દેશોમાંથી હતી. તેનાથી વિપરીત, વિકસિત દેશો અને ક્ષેત્રોમાં, વર્તમાન ક્રિપ્ટો માલિકોમાંથી માત્ર એક તૃતિયાંશ મહિલાઓ છે, જેમા 32 ટકા સંયુક્ત રાજ્ય અમેરિકા, 33 ટકા યુરોપ અને 27 ટકા ઓસ્ટ્રેલિયામાંથી છે.

ભારતમાં ક્રિપ્ટો પર 50% ટેક્સની ભલામણ

એક તરફ જ્યાં દુનિયાભરમાં ક્રિપ્ટોકરન્સીમાં નિવેશ કરનારાઓની સંખ્યા વધી રહી છે, તો ભારત પણ આ મામલામાં સૌથી ઉપર છે. આવા સમયમાં પણ જ્યારે ભારતમાં સરકારે ક્રિપ્ટો એસેટ પર લાભ પર 30%નો ભારે-ભરખમ ટેક્સ લગાવ્યો છે. આ સાથે જ ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન પર એક ટકા TDS કાપવાનો પણ નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. દરમિયાન મંગળવારે બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને રાજ્યસભાના સભ્ય BJP નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, ભારતે ક્રિપ્ટોકરન્સી અને ડિજિટલ સંપત્તિ પર ટેક્સ લાભ પર 50 ટકા સુધી ટેક્સ લગાવવા અંગે વિચાર કરવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp