ચીન-અમેરિકા વચ્ચેના 'WAR'થી ભારતીયોના ડૂબ્યા 1.56 લાખ કરોડ રૂપિયા

PC: youtube.com

ચીન અને અમેરિકા વચ્ચેના વોરથી દુનિયાભરનું શેરમાર્કેટ હચમચી ગયું છે. એશિયાના બજારમાં ભારે કડાકા બાદ હવે ભારતના પ્રમુખ બેંચમાર્ક ઈન્ડેક્ષ Sensex-Niftyમાં પણ કડાકો નોંધાયો છે. શુક્રવારે BSEનો 30 શેરવાળો પ્રમુખ ઈન્ડેક્સ સેંસેક્સ 410 પોઈન્ટના કડાકા સાથે 32596ના સ્તર પર બંધ રહ્યો હતો. આ બાજુ NSEનો 50 શેર વાળો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ નિફ્ટી આ વર્ષે પહેલીવાર 10 હજાર વચ્ચે બંધ રહ્યો હતો. નિફ્ટી 117 પોઈન્ટના કડાકા સાથે 9998ના સ્તર પર બંધ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે આ કડાકાના કારણે ભારતીય રોકાણકારોના 1.56 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા.

અમેરિકામાં ચીનથી આવતી પ્રોડક્ટ પર ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવવામાં આવી છે. આને સરળ શબ્દોમાં કહીએ તો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ચીનથી અમેરિકા આવતા સામાન પર ટેક્સ લગાવ્યો છે. આના કારણે અમેરિકામાં ચીનનો સામાન મોંઘો થઈ જશે અને અમેરિકાનો સામાન સસ્તો થઈ જશે. આના કારણે ચીનને નુકશાન પહોંચશે. અમેરિકાના આ પગલા બાદ એશિયાના શેર બજારમાં ભારે કડાકો થયો હતો. જેને લઈ ભારત શેર માર્કેટ પર પણ તેની મોટી અસર જોવા મળી.

અમેરિકા અને ચીન વચ્ચેના વોરના કારણે ભારતીય રોકાણકારોના 1.56 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા. ગુરુવારે BSE પર લિસ્ટેડ કુલ કંપનીઓની માર્કેટ કેપ 14,087,911.54 કરોડ હતી. જ્યારે શુક્રવારે આ 13,931,269 કરોડ રહી ગઈ. આના કારણે થોડા જ કલાકોમાં ભારતીય રોકાણકારોના 1.56 લાખ કરોડ ડૂબ્યા.

સુંદરમ મ્યુચ્યુઅલ ફંડના સુનિલ સુબ્રહ્મણ્યમનું કહેવું છે કે, મિડકેપ અને સ્મોલકેપ ફંડમાં પણ નજીવો કડકો રહ્યો છે. પરંતુ આ સેક્ટરમાં કડાકો થવાની સંભાવના ઓછી છે. આવામાં રોકાણકારોને સલાહ આપવામાં આવી રહી છે કે, લાંબા સમય માટે SIP ચાલુ રાખે. આ બાજુ ઈનોક વેંચર્સના વિજય ચોપડાનું કહેવું છે કે, બજારમાં હાલના સ્તર પર હજુ નિફ્ટીમાં 200-300 પોઈન્ટનો કડાકો થવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp