26th January selfie contest

શું પરિણામો પછી આ શેર ઉડાન ભરશે? બ્રોકરેજનું માનવું છે કે 24 ટકા રિટર્ન મળી શકે

PC: cnbctv18.com/market/sto

ઉડ્ડયન ક્ષેત્રની સ્થાનિક  ઇન્ડિગોના જૂન મહિનામાં પુરા થતા પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામાં પ્રોત્સાહક રહ્યા છે. પહેલા ત્રિમાસિક ગાળામાં કંપનીની ખોટમાં ઘટાડો નોંધાયો છે. ગુરુવારના પ્રારંભિક ટ્રેડિંગ સેશનમાં, ઈન્ડિગોના શેરમાં દબાણ જોવા મળ્યું. શેર 2.5 ટકાથી વધુ તૂટ્યો હતો. સેક્ટરમાં ઉથલપાથલ અને ઈંધણના ભાવમાં વધારો હોવા છતાં, છેલ્લા એક વર્ષમાં અત્યાર સુધીમાં ઈન્ડિગોના શેરમાં 15 ટકા વધ્યો છે.

એપ્રિલ-જૂન 2022  પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો પછી, બ્રોકરેજ હાઉસની નજર આ શેર માટે બુલીશ છે. મોટાભાગના બ્રોકર્સ આ શેરમાં ખરીદીની સલાહ આપી રહ્યા છે.

જેપી મોર્ગને એપ્રિલ-જૂન 2022ના ત્રિમાસિક પરિણામો પછી ઇન્ટરગ્લોબ એવિએશનના સ્ટોક પર ઓવરવેઇટ રેટિંગ જાળવી રાખ્યું છે. શેર દીઠ લક્ષ્ય ભાવ રૂ. 2,000 થી વધારીને રૂ. 2,200 કરવામાં આવ્યો છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કંપનીની આવક ધારણા કરતા સારી રહી છે.ભાવમાં ફેરફાર થશે. તેમજ મોસમી ઘટાડો જોવા મળી શકે છે. બીજા ત્રિમાસિક ગાળામાં પ્રાઇસિંગ ટર્નઅરાઉન્ડ રહેવાની પણ ધારણા રાખવામાં આવી છે.

બ્રોકરે જ હાઉસ Credit Suisse ઇન્ટરગ્લોબલ એવિએશન પર આઉટ પર્ફોર્મનો અભિપ્રાય જાળવી રાખ્યો છે. શેરનો ટાર્ગેટ ભાવ2200 થી વધારીને રૂ. 2350 કરવામાં આવ્યો છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે એવિએશન સેક્ટરનો આઉટલૂક સકારાત્મક છે. મેક્રો પડકારો હોવા છતાં, પરિણામો અનુમાનિત રહ્યા છે. સ્થાનિક ડિમાન્ડ વધારવા અને આંતરારાષ્ટ્રીય ફલાઇટ કોવિડ પહેલાના સ્તરની જેમ નિયમિત થતા કંપનીને ફાયદો થયો છે.

UBS એ ઇન્ટરગ્લોબના સ્ટોક પર તેનો ખરીદીનો અભિપ્રાય જાળવી રાખ્યો છે. શેર દીઠ રૂ. 2350નો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વૈશ્વિક બ્રોકરેજનું કહેવું છે કે પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો ધારણાં મુજબના રહ્યા.ત્રીજા ક્વાર્ટરમાં નવી ઊંચી સપાટી બતાવી શકે છે. કંપની કોવિડ પહેલાના સ્તર કરતાં 7 ટકા વધુ ક્ષમતા સાથે કામ કરી રહી છે.

બ્રોકરેજ Goldman Sachs એ ન્યૂટ્રલ રેટિંગ જાળવી રાખ્યું છે. જો કે ટાર્ગેટ પ્રાઇસ 1850 રૂપિયાથી વધારીને 1990 રૂપિયા કરવામાં આવ્યો છે. બ્રોકરેજનું માનવું છે કે ઈંધણના ઊંચા ભાવ અને મોસમી ઘટાડાની અસર રહેશે. લાંબા ગાળાની માંગ સારી છે.

 

Motilal Oswal એ રૂ.2006ના ટાર્ગેટ સાથેનો ન્યૂટ્રલ દ્રષ્ટિકોણ જાળવી રાખ્યો છે.એડલવાઇઝ સિક્યોરિટીઝે ઇન્ટરગ્લોબ એવિએશન પર ખરીદીની સલાહ આપી છે. શેરદીઠ ટાર્ગેટ પ્રાઇસ 2446 રૂપિયા રાખ્યો છે.

એડલવાઈસ સિક્યોરિટીએ ઈન્ટરગ્લોબ એવિએશન પર સૌથી વધુ 2446 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. 3 ઓગસ્ટ, 2022ના રોજ શેરની કિંમત રૂ. 1977 પર બંધ થઈ હતી. આ રીતે હાલના ભાવ કરતાં લગભગ 24 ટકાનો વધારો સ્ટોકમાં આવી શકે છે. છેલ્લા એક વર્ષમાં, ઉદ્યોગમાં અસ્થિરતા અને ઇંધણના ભાવમાં વધારો હોવા છતાં, શેરે અત્યાર સુધીમાં લગભગ 16 ટકા વળતર આપ્યું છે.

ચાલું નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં ઇન્ટર ગ્લોબ એવિએશનની ચોખ્ખી ખોટ ઘટીને 1064.30 કરોડ થઇ છે. આ પહેલાના ત્રિમાસિક ગાળામાં કપનીની ખોટ 1681.80 કરોડ હતી. જૂન 2021ના પ્રથમ ત્રિમાસાક ગાળામાં કંપનીની ખોટ 3174,20 કરોડ હતી.

 ઇન્ટર ગ્લોબ એવિએશનનો શેર ગુરુવારે 2014 પર ખુલ્યો હતો, પરંતુ આ લખાઇ રહ્યું છે ત્યારે 19 ટકા તુટીને 1957 પર ટ્રેડ કરી રહ્યો છે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp