બેંક ઓફ અમેરિકા સિકયોરીટીઝના મતે આ 7 શેરોમાં રોકાણ તમને ઘણો ફાયદો કરાવી શકે છે

PC: khabarchhe.com

ભારતીય શેરબજારમાં વિદેશ રોકાણકારોની લેવાલી સતત ચાલું રહી છે અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ જાન્યુઆરીમાં 2.7 અરબ ડોલરનું રોકાણ કર્યું છે.ડિસેમ્બર મહિનામાં તેમનું 8.4  અરબ ડોલરનું રોકાણ હતું. જયારે સ્થાનિક સંસ્થાઓએ 60 કરોડ ડોલરનો માલ વેચ્યો હતો.

બજારના ઉતાર ચઢાવ વચ્ચે બેંક ઓફ અમેરિકા સિકયોરીટીઝ બ્રોકરેજ હાઉસે ભારતમાં બેંકો અને ઇન્ડ્સ્ટ્રીઅલ શેરોમાં વિશ્વાસ વ્યકત  કર્યો છે અને 7 શેરોમાં રોકાણ કરવાની ભલામણ કરી છે. બ્રોકેરેજ હાઉસનું માનવું છે કે ભારતીય બજેટમાં મૂડી ખર્ચ પર ભાર મુકવામાં આવ્યો છે જેને લીધે બેંકીગ અને ઇન્ડસ્ટ્રીઅલ સેકટરને ફાયદો થશે.

અંબુજા સીમેન્ટ- અંબુજા સીમેન્ટની 2022ની આવકની ધારણા રાખીને શેર ખરીદવાની ભલામણ કરવામાં આવી છે. અલ્ટ્રાટેક અને શ્રીસીમેન્ટની સરખામણીએ ખાસ્સા ડિસ્કાઉન્ટ પર શેર ટ્રેડ થઇ રહ્યો છે. 300 રૂપિયાનો લક્ષ્યાંક રાખીને શેર ખરીદી શકાય.

એકસિસ બેંક- બેંક ઓફ અમેરિકા સિકયોરિટીઝે આનુષગિંકોના અંદાજિત મૂલ્યને ઉમેરીને આ ખાનગી બેંક માટે લક્ષ્યાંક નકકી કર્યા છે. ગોર્ડન ગ્રોથ મોડલના આધારે બેંક ઇકવિટી પર 15થી 16.5 ટકા રિટર્ન આપી શકશે. આ શેર રૂપિયા 880નો અંદાજ રાખીને ખરીદી શકાય.

ભારત ઇલેકટ્રોનિકસ- ભારત ઇલેક્ટ્રોનિકસને અપેક્ષા કરતા વધારે સારા ઓર્ડર મળ્યા છે જે એક સારા સમાચાર છે. આવનારા બે નાણાંકીય વર્ષમાં શેર દીઠ આવક 18.5 ગણી થવાની ધારણા છે. રૂપિયા 145નો ટાર્ગેટ રાખીને શેર ખરીદી કરી શકાય.

કમિંસ ઇન્ડિયા- આવનારા બે નાણાંકીય વર્ષમાં કંપનીની શેર ધીઠ આવક 25 ગણી વધવાની ધારણાં રાખવામાં આવી છે. ભારત સરકારે ઇન્ફ્રાસ્ટ્રકચર પર જોર આપ્યું છે જેનો ફાયદો કંપનીને મળશે. 808 રૂપિયાનો ટાર્ગેટ રાખીને શેરની ખરીદી કરી શકાય.

એચડીએફસી- એચડીએફસીનો મોર્ગેજ બિઝનેસની વેલ્યૂ 1530 કરોડ થઇ શકે છે. જો આર્થિક માહોલ સારો રહેશે તો સારો ગ્રોથ જોવા મળી શકે. રૂપિયા 3130નો ટાર્ગેટ રાખીને શેર ખરીદી શકાય.

એચડીએફસી બેંક- આ બેંકમાં સારી વેલ્યૂ નજરે પડી રહી છે. રૂપિયા 1900નો ટાર્ગેટ રાખીને ખરીદી કરી શકાય.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર જ આ ન્યૂઝ  લખવામાં આવ્યા છે. જો તમે શેરબજારમાં રોકાણ કરવા માંગતા હો તો તમારા સલાહકારીની સલાહ પર જ કામ કરવાની અમારી વિનંતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp