શેરબજારની તેજીમાં રોકાણકારો એલર્ટ, મ્યૂ. ફંડની આ સ્કીમમાં રોકાણ વધારી રહ્યા છે

PC: entrepreneur.com

શેરબજારની ઐતિહાસિક તેજીને કારણે હવે ઇક્વિટી મ્યૂ.ફંડમાં રોકાણ કરનાર રોકાણકાર એલર્ટ થઇ ગયા છે. શેરબજારમાં હાઇ વેલ્યુએશનને કારણે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ  જેવી સ્કીમોમાંથી રૂપિયા ખેંચી લઇને રોકાણકારો હવે વધારે સુરક્ષિત ગણાતી ફલેક્સી કેપ, બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ અને મલ્ટી કેપ સ્કીમોમાં રોકાણ કરી રહ્યા છે.

મતલબ કે ઇક્વિટીમાંથિ રિટર્ન તો જોઇએ પણ સાથે પેસિવ ફંડ તરફ હવે રોકાણકારોનું ફોકસ વધી રહ્યું છે.જાણકારોનું કહેવું છે કે રોકાણકારો અત્યારે વેઇટ એન્ડ વોચના મૂડમાં છે.

મોતીલાલ ઓસવાલ AMCના હેડ  ઉમંગ ઠાકરે કહ્યુ હતું કે ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો નિફટીએ 19 દિવસના ટ્રેડીંગમાં 1000 પોઇન્ટની છલાંગ લગાવીને 17000નું લેવલ પાર કર્યું છે. આ સમયગાળામાં લાર્જ કેપ ઉપરાંત અન્ય કેટેગરીના શેરોમાં જોરદાર તેજી જોવા મળી. 

સાથે મ્યૂં. ફંડના રોકાણકારોએ તેમનું ફંડ ફલેક્સી કેપ તરફ શિફ્ટ કર્યું છે. બેલેન્સ એડવેન્ટેજ ફંજમાં પણ ખાસ્સું રોકાણ વધ્યું છે. આ સેગમેન્ટમાં ન્યૂ ફંડ ઓફર (NFO)ને કારણે પણ ભારે રોકાણ જોવા મળ્યું.

બીપીએન ફાયનાન્સના ડાયરેક્ટર એ કે નિગમે કહ્યું હતું કે પહેલે થી જ હાઇ વેલ્યુએશન પર ચાલી રહેલા બજારમાં રોકાણકારો હવે વધારે રિસ્ક લેવાના મૂડમાં નથી. એટલે ઓગસ્ટ મહિનાની તેજીમાં સૌથી વધારે રોકાણ ફલેક્સી કેપમાં થયું.

ઓગસ્ટ મહિનાં ઇક્વિટી મ્યૂ. ફંડમાં રૂપિયા 8666 કરોડ રૂપિયાનો ઇનફલો રહ્યો ,જે જુલાઇ મહિનામાં રૂપિયા 22.583 કરોડ રૂપિયા હતો. આ સમયગાળા દરમ્યાન ફલેક્સી કેપમાં રૂપિયા 4741 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું. બીજા નંબરે ફોકસ્ડ ફંડ જેમાં રૂપિયા 3073 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું. એ પછી સેકટોરલ ફંડમાં 1885 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું. ઓગસ્ટ મહિનામાં રોકાણકારોએ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપમાંથી રૂપિયા ખેંચી લીધા હતા.

એ કે નિગમનું કહેવું છછે કે બજારમાં જે રીતે તેજી બનેલી છે એ જોતા રોકાણકારોએ રાહ જોવી જોઇએ. જો બજારમાં ઘટાડો આવે તો ફરી ખરીદી કરવી જોઇએ. નહીં તો બજાર સ્થિર થાય ત્યારે ફરીથી લાર્જ,મિડ કે સ્મોલ કેપમાં રૂપિયા નાંખવા જોઇએ.

ફલેક્સી ફંડ શું હોય છે તે પણ તમને જણાવીએ.  સેબીના કહેવા મુજબ ફલેક્સી કેપ ફંડમાં ઓછામાં ઓછા 65 ટકા રોકાણ ઇક્વિટી શેરોમાં હોવું જરૂરી છે. પરંતુ કેવા પ્રકારના માર્કેટ કેપમાં કેટલાં ટકા શેરોમાં રોકાણ કરવાનું છે તે બાબતની ફંડ મેનેજરને છુટ હોય છે. એનો ફાયદો એ રહે છે કે બજારની ચાલ મુજબ સમય સમય પર ફંડ મેનેજર પોર્ટફોલિયોમાં બદલાવ કરતા રહે છે. એટલે આ કેટેગરીમાં જોખમ ઓછું થઇ જાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp