શેરબજારમાં હાહાકારઃ 5 મિનિટમાં ઇન્વેસ્ટરોના 4 લાખ કરોડ ડૂબી ગયા

PC: india.com

 

ગુરુવારની સવાર શેરબજારમાં ઇન્વેસ્ટ કરનારા કરોડો ઇન્વેસ્ટરો માટે સુનામી લઈને આવી હતી. સવારે જેવું બજાર ખૂલ્યું કે પાંચ મિનિટમાં જ ઇન્વેસ્ટરોના 4 લાખ કરોડ રૂપિયા ડૂબ ગયા હતા. ત્યાં બીજી બાજુ 1500 કંપનીઓના શેર લાલ નિશાન સાથે બિઝનેસ કરતા જોવા મળ્યા હતા.

134.38 લાખ કરોડનો ઝટકો

બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર ઉપલબ્ધ ડેટા મુજબ લિસ્ટેડ તમામ કંપનીઓના શેરોને 134.38 લાખ કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું હતું. એશિયન બજારમાં 5%નો ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધુ અસર તાઇવાન બજાર પર જોવા મળી હતી. ત્યાં બીજી બાજુ જાપાનનું નિક્કઇ બીજા સ્થાને અને કોરિયા કોસ્પી  અને શાંઘાઇ ત્રીજા સ્થાને રહ્યું હતું. ભારતીય રૂપિયો પણ ડોલરની સરખામણીએ 74.50 પર પહોંચી ગયો હતો.

અમેરિકન શેર બજાર છેલ્લા આઠ મહિના નીચલા સ્તરે ચાલ્યું ગયું છે. S&P500 ઇન્ડેક્સ 3.29% નીચે ગયું છે. બીજી બાજુ Appleના શેરોમાં પણ 4.6%નો ઘટાડો બુધવારો જોવા મળ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp