કોરોના કાળમાં 439% સુધીનું રિટર્ન, લિસ્ટ થનારા આ નવા શેરોએ માલામાલ કર્યા

PC: indiatimes.com

પાછલા એક વર્ષની વાત કરીએ તો માર્કેટમાં નવા લિસ્ટ થનારા શેરોનો જલવો રહ્યો છે. કોરોનાનો પડકાર હોવા છતાં પણ મોટાભાગના નવા શેરોએ રોકાણકારોના પૈસા વધાર્યા છે. આમાં ઘણાં શેર તો એવા છે, જેમાં 100 ટકાથી 439 ટકા સુધીનું રિટર્ન મળ્યું છે. પાછલા માર્ચ પછીથી શેર બજારમાં 29 શેરોની લિસ્ટિંગ થઇ છે. જેમાંથી 9 શેર એવા છે, જેમણે 1 વર્ષથી ઓછા સમયમાં જ રોકાણકારોના પૈસા બેગણા કે તેનાથી વધુ વધાર્યા છે. જેમાં રોકાણકારોને 439 ટકા સુધીનું રિટર્ન મળ્યું છે. તો માત્ર 3 શેર એવા રહ્યા છે, જેમાં રિટર્ન નેગેટિવ છે.

આ શેરોમાં 4.5 ગણા સુધી વધ્યા પૈસા

7 જૂનના રોજ બપોરે 1.40 વાગ્યા સુધીમાં શેરના ભાવના આધારે કહીએ તો પાછલા 1 વર્ષમાં લિસ્ટ થનારા શેરોમાં 9 શેર એવા છે, જેમણે 101 ટકાથી 439 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે. આ લિસ્ટમાં ટોપ પર હેપિએસ્ટ માઇંડ્સ છે. જેણે લોન્ચ થયા પછીથી 439 ટકા રિટર્ન આપ્યું છે. આ શેરની લિસ્ટિંગ ગયા વર્ષે 17 સપ્ટેમ્બર ના રોજ થઇ હતી અને ઈશ્યૂ પ્રાઇસ 166 રૂપિયા હતી. હવે આ શેરની કિંમત 895 રૂપિયા થઇ ગઇ છે.

આ લિસ્ટમાં સામેલ અન્ય શેરોમાં રૂટ મોબાઇલ (394%), ન્યૂરેકા (282%),રોસારી બાયોટક (199%), એંજલ બ્રોકિંગ (191%), બર્ગર કિંગ (173%), CAMS (114%), ગ્લેંડ ફાર્મા (108%) અને ઈઝી ટ્રિપ (101%) સામેલ છે.

આ શેરોમાં પણ પોઝિટિવ રિટર્ન

આ ઉપરાંત નવા લિસ્ટ થનારા શેરોમાં ઈક્વિટાસ બેંક, ઈન્ડિગો પેઇન્ટ્સ, MTAR ટેક, નજારા ટેક્નોલોજી, લક્ષ્મી આર્ગનિક્સ, સ્ટોવ ક્રાફ્ટ, હોમ ફર્સ્ટ ફાયનાન્સ, UTI AMC, મઝગાવ ડૉક, બેક્ટર્સ ફૂડ અને ક્રાફ્ટ્સમેન ઓટોમેશને પણ પોઝિટિવ રિટર્ન આપ્યું છે. માત્ર 3 જ શેર કલ્યાણ જ્વેલર્સ, સૂર્યોદય સ્મોલ ફાયનાન્સ બેંક અને IRFCમાં નેગેટિવ રિટર્ન આવ્યું છે.

IPO શું છે

ઘણીવાર કંપનીઓએ પોતાના બિઝનેસનો વિસ્તાર કરવા માટે પૈસાની જરૂરત હોય છે. એવામાં IPO દ્વારા કંપનીઓ પૈસા ભેગા કરે છે. જેમાં પ્રમોટર્સ પોતાની હિસ્સેદારી વેચે છે, જેના આધારે શેરનો ભાવ નક્કી કરવામાં આવે છે. આ ભાવ પર રિટેલ રોકાણકારો IPO માટે અરજી કરી શકે છે. કંપનીને પબ્લિક કરવા માટે તેની શેર બજારમાં લિસ્ટિંગ થાય છે. ભેગી કરવામાં આવેલી પૂંજીનો ઉપયોગ બિઝનેસને વધારવા માટે કરવામાં આવે છે. IPOમાં રોકાણ કરવા માટે તમારી પાસે ડીમેટ અકાઉન્ટ હોવું જરૂરી છે. જેમાં બ્રોકર દ્વારા પણ રોકાણ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp