શું આ કંપની બની જશે દેશની નંબર 1 કંપની? સતત પાછળ પડી રહી છે રિલાયન્સ

PC: thehindubusinessline.com

દેશની સૌથી મોટી બે કંપનીઓની વચ્ચે અંતર ઓછું થતું જઇ રહ્યું છે. માર્કેટ કેપના હિસાબથી દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને આઈટીની દિગ્ગજ કંપની ટાટા કંસલ્ટેન્સી સર્વિસેઝમાં ખૂબ જ ઓછું અંતર રહી ગયું છે.

વાત એ છે કે, કોરોના સંકટની વચ્ચે બંને કંપનીઓમાં સતત ગ્રોથ જોવા મળી રહ્યો હતો. પણ પાછલા અમુક મહિનાઓથી રિલાયન્સના શેરોમાં દબાણ જોવા મળી રહ્યું છે, જે કારણેથી માર્કેટ કેપમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો TCSના માર્કેટ કેપમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.

જો પાછલા અઠવાડિયાની વાત કરીએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના માર્કેટ કેપમાં સૌથી વધારે 34,296.37 કરોડ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો, હવે કંપનીનું માર્કેટ કેપ ઘટીને 12,25,445.59 કરોડ રૂપિયા રહી ગયું છે.

11.70 લાખ કરોડ રૂપિયા થયું TCSનું માર્કેટ કેપ

તો પાછલા અઠવાડિયામાં TCSના માર્કેટ કેપમાં ભારે વધારો થયો છે. BSEમાં TCSના માર્કેટ કેપમાં 72,102.07 કરોડ રૂપિયાનો વધારે થયો છે. જેને લીધે કંપનીનું માર્કેટ કેપ વધીને 11,70,875.36 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. કંપનીનું માર્કેટ કેપ RILના માર્કેટ કેપની ખૂબ જ નજીક પહોંચી ગયું છે.

જાણકારો અનુમાન લગાવી રહ્યા છે કે આવતા અઠવાડિયે રિલાયન્સને પછડીને TCS દેશની નંબર 1 કંપની બની શકે છે, કારણ કે 8 જાન્યુઆરીના રોજ TCSએ પોતાના થર્ડ ક્વાર્ટરના પરિણામો જાહેર કરી દીધા છે. પરિણામો ખૂબ જ સારા રહ્યા છે. આશા કરવામાં આવી રહી છે કે આવતા અઠવાડિયે TCSના શેરોમાં તેજીનો સિલસિલો ચાલું રહી શકે છે.

TCSનું ચાલું નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર(ઓક્ટોબર-ડિસેમ્બર)ના એકીકૃત શુદ્ધ લાભ 7.2 ટકાથી વધીને 8701 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ પહેલા ગયા નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીએ 8118 કરોડ રૂપિયાનો શુદ્ધ લાભ કમાયો હતો. થર્ડ ક્વાર્ટર દરમિયાન કંપનીની આવક 5.4 ટકાથી વધીને 42015 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ, જે તેનાથી પાછલા નાણાકીય વર્ષના ક્વાર્ટરમાં 39854 કરોડ રૂપિયા રહી હતી. કંપનીએ કહ્યું છે કે આ 9 વર્ષમાં ડિસેમ્બર ક્વાર્ટરની સૌથી મજબૂત વૃદ્ધિ છે.

કંપનીનું કહેવું છે કે, બજારની સ્થિતિ પહેલા કોઈપણ સમયની તુલનામાં વધારે મજબૂત છે. ઓર્ડર બુક અને પાઈપલાઇનની મજબૂતીના કારણે TCSનો ભરોસો વધારે પ્રબળ બન્યો છે. કંપનીએ આ ક્વાર્ટર દરમિયાન કર્મચારીઓના વેતન વૃદ્ધિ આપવા છતાં પાછલા પાંચ વર્ષનું સૌથી ઊંચું પરિચાલન માર્જિન નોંધ્યું છે. TCSએ 6 રૂપિયા પ્રતિ શેરના અંતરિમ લાભની જાહેરાત કરી છે.

માર્કેટ કેપમાં ટોપ 5 કંપનીઓ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ: 12.70 લાખ કરોડ

ટાટા કંસેલટન્સી: 11.08 લાખ કરોડ

HDFC બેંક: 7.79 લાખ કરોડ

HUL: 5.61 લાખ કરોડ

ઈંફોસિસ: 5.30 લાખ કરોડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp