ઝુનઝુનવાલાના 3 શેરોનું આ વર્ષે 0 રિટર્ન છતા તજજ્ઞોની ખરીદીની સલાહ, જાણો કેમ

PC: hindustantimes.com

સ્ટોક માર્કેટમાં માહેર રોકાણકાર કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયામાં સામેલ 3 શેરોની કિંમતમાં આ વર્ષે 20 ટકા સુધીનો ઘટાડો આવ્યો છે. જોકે માર્કેટ તજજ્ઞોનું કહેવું છે કે આ સારી ક્વોલિટી ધરાવતા શેરો છે અને તેમામાં આ પ્રકારના ઘટાડાને અવસર તરીકે લેવો જોઇએ.

આ શેરો છે લ્યૂપિન, MCX અને વોકહાર્ટ. શેર બજારમાં આ વર્ષે જોરદાર તેજી આવ્યા હોવાછતાં આ સ્ટોક્સમાં રોકાણકારોએ નુકસાન ઉઠાવવું પડ્યું છે.

લ્યૂપિનઃ

દેશની મોટી ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓમાં સામેલ લ્યૂપિનના સ્ટોકમાં આ વર્ષે પણ અત્યાર સુધીમાં લગભગ 6.5 ટકાનો ઘટાડો આવ્યો છે. જે 1000 રૂપિયાથી વધારાની કિંમતથી ઘટીને સોમવારે શરૂઆતી બિઝનેસમાં લગભગ 934 રૂપિયા પર હતો. આ પાછલા 6 મહિનામાં લગભગ 8 ટકા ગગડ્યો છે. જોકે આમાં અમુક રિકવરી જોવા મળી રહી છે અને પાછલા એક મહિનામાં આ લગભગ 1 ટકા વધ્યો છે.

MCX

મલ્ટી કમોડિટી એક્સચેંજના શેરની કિંમત આ વર્ષે લગભગ 8.75 ટકા ઘટી છે. આ શેર 1748.25 રૂપિયાથી ગગડીને સોમવારે 1596.15 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો. જોકે આમાં 6 મહિના પહેલા તેજી આવી હતી પણ પ્રોફિટ બુકિંગના કારણે આ ફરી એકવાર ગગડી ગયો હતો. પાછલા એક મહિનામાં MCXના સ્ટોકમાં અમુક તેજી આવી છે અને તે લગભગ 7 ટકા વધ્યો છે.

વોકહાર્ટ

આ ફાર્માસ્યુટિકલ કંપનીના સ્ટોકની કિંમત 544.05 રૂપિયાથી ઓછી થઇને સોમવારે શરૂઆતી કારોબારમાં 441.95 રૂપિયા પર હતો. જેમાં આ વર્ષે લગભગ 19 ટકાનો ઘટાડો આવ્યો છે.

માર્કેટના તજજ્ઞોનું કહેવું છે કે લ્યૂપિનના સ્ટોકને વર્તમાન કિંમતે 1050 થી 1200 રૂપિયાના શોર્ટ ટર્મ ટાર્ગેટ માટે ખરીદી શકાય છે. જેના માટે 850 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાની સલાહ આપવામાં આવી છે.

વોકહાર્ટના સ્ટોક માટે શોર્ટ ટર્મનો ટાર્ગેટ 525 રૂપિયા સુધીનો છે. જેના માટે 395 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો જોઇએ.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવમાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp