આ શેરે 3 મહિનામાં ત્રણ ગણા કરી આપ્યા પૈસા, ઝુનઝુનવાલાએ વધાર્યું નિવેશ

PC: business-standard.com

કોરોના મહામારીએ ભારતીય શેર બજારને સૌથી મોટો ઝટકો માર્ચમાં આપ્યો હતો, જેને કારણે 23 માર્ચે શેરબજારમાં લોઅર સર્કિટ લાગી ગયું હતું. પરંતુ ઘણા નિવેશકોએ આ તકનો લાભ લઈને નિવેશ કરીને ત્રણ મહિના કરતા પણ ઓછાં સમયમાં તગડી કમાણી કરી છે. રિપોર્ટ અનુસાર, શેરોમાં નફો કમાવવા માટે જાણીતા રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરન બફેટ કહેવામાં આવે છે. રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પરિવારના લોકોએ જ્યુબિલન્ટ લાઈફ સાયન્સિઝમાં મોટી રકમનું રોકાણ કર્યું છે. હવે રાકેશ ઝુનઝુનવાલાએ જ્યુબિલન્ટ લાઈફ સાયન્સિઝમાં પોતાની ઈક્વિટી હિસ્સેદારી વધારીને 5.2% કરી દીધી છે. આ ઉપરાંત, રાકેશ ઝુનઝુનવાલાની પત્નીએ પણ 15 જૂનના રોજ આ કંપનીના શેરમાં પોતાની 0.4 ટકા હિસ્સેદારી વધારી દીધી છે.

આ ફાર્મા કંપનીએ કોરોના સંકટની વચ્ચે નિવેશકોને શાનદાર રિટર્ન આપ્યું છે. શેરની કિંમતે 52 અઠવાડિયાનો હાઈ ટચ કરી લીધો છે. જોકે, મંગળવારે જ્યુબિલન્ટ લાઈફ સાયન્સિઝ NSE પર આશરે 3 ટકા તૂટીને 655 રૂપિયા પર બંધ થયો. પરંતુ જો જ્યુબિલન્ટ લાઈફ સાયન્સિઝ શેરની ચાલ છેલ્લાં ત્રણ મહિનાઓમાં જોઈએ તો તેણે નિવેશકોને ખૂબ પૈસા કમાઈને આપ્યા છે. 23 માર્ચમાં ભારતીય શેર બજારમાં લોઅર સર્કિટ લાગ્યું હતું, અને તે દિવસે આ શેર 234 રૂપિયા પર હતો. ત્યારબાદ આ શેર છેલ્લાં આશરે 3 મહિનામાં 696 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો. આ પ્રમાણે છેલ્લાં 3 મહિનામાં આ શેરના ભાવ ત્રણ ગણા થઈ ગયા છે.

જો કોઈએ 23 માર્ચના રોજ આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે, તો ત્રણ મહિનમાં તેનું નિવેશ વધીને 3 લાખ રૂપિયા થઈ ગયું હશે. ત્યાં હજુ પણ આ શેરમાં તેજીની સંભાવના છે, કારણ કે રાકેશ ઝુનઝુનવાલાએ 15 જૂનના રોજ જ પોતાની હિસ્સેદારી વધારી છે. જ્યુબિલન્ટ લાઈફ સાયન્સિઝની માર્કેટ કેપ આશરે 10550 કરોડ રૂપિયા છે. બુલેટિન લાઈફ સાયન્સિઝ સ્પેશિયાલિટી ઈન્ટરમીડિએટ્સ, ન્યુટ્રિશનલ પ્રોડક્ટ અને લાઈફ સાયન્સ કેમિકલ્સ સેગમેન્ટમાં વ્યવસાય કરે છે. કંપનીએ હાલમાં જ US બેઝ્ડ કંપની Gilead સાયન્સની સાથે લાઈસન્સિંગ એગ્રીમેન્ટ પર સાઈન કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp