આ 5 ફાર્મા શેરો પર નજર રાખો, સારું વળતર અપાવી શકે તેમ છે

PC: zeebiz.com

જૂન મહિનામાં  શેરબજાર સતત બીજા દિવસે સ્થિર રહ્યું છે. મે મહિનામાં સેન્સેકસ અને નિફટીમાં 6.5 ટકીનો વધારો જોવા મળ્યો હતો. તો ફાર્મા ઇંડેકસ 4 ટકા વધ્યો હતો. બ્રોકરેજ હાઉસો ફાર્માની નવી પ્રોડકટ, પ્રોડકટ કોસ્ટિંગ ઘટાડવાના ઉપાયો અને કેપેસિટીને ધ્યાનમાં રાખીને ફાર્મા શેરો માટે બુલીશ છે. તમને એવા 5 સ્ટોકસ વિશે માહિતી આપીશું જેને ખરીદવાની બ્રોકરેજ હાઉસની ભલામણ છે. બ્રોકેરજ હાઉસે જે 5 ફાર્મા શેરોની ભલામણ કરી છે તે ટુંક સમયમાં 15થી 22 ટકા સુધીનું વળતર આપી શકે તેમ છે. એટલે આ 5 શેરો પર નજર રાખશો તો ફાયદો મળવાના ચાન્સ છે.

સિપ્લા- બ્રોકરેજ હાઉસ આનંદ રાઠીએ સિપ્લા માટે BUY રેટીંગ આપીને 1100 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. અત્યારે આ શેરનો ભાવ 955 ચાલે છે. આનંદ રાઠીનું કહેવું છે કે આ શેરમાં 15 ટકા ઉપર સુધી જવાની તાકાત છે. કંપનીનો પ્રોડકટ પોર્ટફોલિયો અને મજબૂત બ્રાન્ડને જોતા સારી ગ્રોથ થવાની ધારણાં છે.

ઔરોબિન્દો ફાર્મા- બ્રોકરેજ હાઉસ પ્રભુદાસ લીલાધરે ઔરોબિન્દો ફાર્માના શેર માટે BUY રેટિગ કરીને 1139નો ટાર્ગેટ રાખ્યો છે. અત્યારે આ શેરનો ભાવ 966 ચાલે છે. પ્રભુદાસ લીલાધરનું કહેવું છે કે આ શેરમાં 18 ટકા રિટર્ન મળી શકે છે.

ગ્લેનમાર્ક ફાર્મા- બ્રોકરેજ હાઉસ ICICI DIRECT એ ગ્લેનમાર્ક ફાર્માના શેર માટે BUYનું રેટીંગ આપીને રૂપિયા 750નો ટાર્ગેટ રાખ્યો છે. અત્યારે શેરનો ભાવ 615 ચાલી રહ્યો છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે આ શેરમાં 22 ટકા સુધીનું રિટર્ન મળી શકે છે.

ઇપ્કા લેબોરેટરી- બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે ઇપ્કા લેબોરેટરીના  શેરમાં BUYનું રેટીંગ રાખીને રૂપિયા 2400નો ટાર્ગેટ રાખ્યો છે. અત્યારે આ શેરનો ભાવ 2079 રૂપિયા છે. મોતીલાલ ઓસવાલનું કહેવું છે કે આ શેરમાં 15 ટકા રિટર્ન મળી શકે તેમ છે.

ડિવીઝ લેબોરેટરી- બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે ડિવીઝ લેબોરેટરીના સ્ટોક માટે BUYનું રેટીંગ રાકીને 4850 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. શેરનો ભાવ અત્યારે 4214 રૂપિયા ચાલે છે.  મોતીલાલ ઓસવાલનું માનવું છે કે આ શેરમાં 15 ટકા વળતર મળી શકે છે.

 

 

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખ્યા છે. રોકાણ કરતા પહેલાં તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવાની વિનંતી છે.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp