ભારતની એર સ્ટ્રાઇકથી જુઓ પાકિસ્તાનમાં સ્ટોક એક્સચેન્જની સ્થિતિ શું છે

PC: tribune.com.pk

પુલવામા હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબના કારણે કરાંચી સ્ટોક એક્સચેન્જ (KSE)100 ઈન્ડેક્સમાં 464 અંકનો ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય શેરબજારમાં આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેકસ પણ 467 અંક ઘટીને 35,746.63 પર પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટીમાં 138 ઘટાડા સાથે 10,742.50 પર પહોંચી ગયો છે. જોકે, હાલ સેન્સેક્સ 271 અંકના ઘટાડા સાથે 35,941 પર કારોબાર ચાલી રહ્યો છે.

પાકિસ્તાનની સીમા પર આવેલા આતંકવાદી કેમ્પો પર ભારતીય વાયુસેનાની કાર્યવાહીના સમાચારો બાદ બંને દેશોની વચ્ચેનો તણાવ વધવાની શક્યતાના કારણે શેરબજારમાં ઘટાડો આવ્યો હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું. સેન્સેકસના 30માં 28 અને નિફ્ટીના 50માંથી 46 શેરોમાં ઘટાડો નોંધાયો છે. BSEના મોટાભાગના સેકટર ઈન્ડેક્સમાં નુકસાનમાં કારોબાર થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp