માત્ર બે વર્ષમાં આ શેર તમારા રૂપિયા ડબલ કરી શકે છે, જાણો કેવી રીતે

PC: bhaskar.com

હાલના સમયમાં રેડી ટુ ઇટ પ્રોડકટની જબરદસ્ત ડિમાન્ડ છે. આનો ફાયદો ખાણી-પીણીની કંપનીઓને તથા તેમના સ્ટોકસને મળી રહ્યો છે.આ સેકટરમાં આગળ મજબૂત ગ્રોથની ધારણાં છે. આ સેકટરમાં કેટલાંક એવા શેરો છે, જેની ચર્ચા ખુબ ઓછી થાય છે, પરંતુ તેમના ફંડામેન્ટલ સારા છે અને રોકાણકારોને ફાયદો કરાવી શકે છે. જો તમે આવા જ કોઇક શેરની શોધમાં હો તો BAMBINO AGRO પર નજર રાખી શકો છો. આ શેર રોકાણકારોના રૂપિયા 2 વર્ષમાં બમણાં કરી દેવાની તાકાત ધરાવે છે. આ સેકટરમાં કપનીને 35 વર્ષનો અનુભવ છે. કંપનીની પ્રોડકટની ડિમાન્ડ સારી છે અને કંપનીએ પોતાની ક્ષમતા વધારી છે અને આગળ પણ વધારવાની યોજના છે.એવામાં મિડ ટર્મ અને લોંગ ટર્મ રોકાણકારો માટે આ શેર દમદાર સાબિત થઇ શકે તેમ છે.જી બિઝનેસના મેનેજિંગ ડિરેકટર અનિલ સિંઘવીએ BAMBINO AGRO ને પોતાના સિપ સ્ટોકસ તરીકે પસંદગી કરી છે.

અનિલ સિંઘવીનું કહેવું છે કે અત્યારે ખાણી-પીણી સાથે સંકળાયેલા શેરો એકશનમાં છે. આને કારણે આવી કંપનીઓ પણ પોતાનો આઇપીઓ લાવી રહી છે અથવા લાવવાની યોજના બનાવી રહી. આ સેકટરમાં સારી ડિમાન્ડ દેખાઇ રહી છે, જેનો ફાયદો  BAMBINO AGROને મળી શકે તેમ છે. સાઉથમાં કંપનીનું નેટવર્ક મજબૂત છે. સિંઘવીએ કહ્યું કે કંપનીને આ ફિલ્ડમાં 35 વર્ષનો અનુભવ છે. કંપનીમાં પ્રમોટર્સનો મેકસીમમથી નજીકની હિસ્સેદારી છે. ગયા વર્ષે કંપનીએ પોતાની કેપેસિટી વધારી હતી જેનો ફાયદો આ વર્ષે મળશે.

અનિલ સિંઘવીનું કહેવું છે કે ગ્રોથ ટ્રેક રેકર્ડ જોઇએ તો છેલ્લાં 3 વર્ષમાં કંપનીની આવકમાં 19 ટકા Compound Annual Growth Rate (CAGR) નફામાં 31 ટકા ગ્રોથ રહ્યો છે. કંપનીની પ્રોડકટની ડિમાન્ડ વધી રહી છે. કંપનીએ પોતોના કેપેસિટી વધારવા માટે દેવું કર્યું નથી. કંપનીના ફાયનાન્શીઅલ પણ સ્ટ્રોંગ છે. આગામી બે વર્ષમાં કંપનીની  અર્નીંગ પર શેર (EPS) ડબલ થઇ શકે છે.

સિંઘવીએ કહ્યુ હતું કે શેરનો ભાવ અત્યારે 343 રૂપિયાની આજુબાજુ ચાલી રહ્યો છે, જે મિડ ટર્મમાં 450 રૂપિયા અને બે વર્ષમાં 600 રૂપિયાની ઉપર જઇ શકે છે.

માર્કેટ એનાલિસ્ટ આશીષ ચતુર્વેદીનું કહેવું છે કે   BAMBINO AGRO કન્ઝયૂમર સેકટરની અનુભવી કંપની છે. કંપની પાસ્તા, નૂડલ્સ વર્મેસિલી, આલૂ ભૂજિયા અને ઇડલી મસાલા જેવી પ્રોડકટસ બનાવે છે. કંપનીનો 2900 કરોડ રૂપિયાનો કેપેકસનો પ્લાન છે. આવનારા દિવસોમાં કંપની પોતાની કેપેસિટી અહીંથી બમણી કરશે. આગામી દિવસોમાં મોટી તેજી આવી શકે છે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp