LICએ ત્રીજા ત્રિમાસિકમાં ટાટા ગ્રુપના આ મલ્ટીબેગર સ્ટોકમાં ખરીદી હિસ્સેદારી

PC: freepressjournal.in

BSE પર ટાટા એલેક્સી (Tata Elxsi) દ્વારા જાહેર કરવામાં આવેલી હાલની શેરહોલ્ડિંગ પેટર્ન પરથી એ જાણી શકાય છે કે, વીમા સેક્ટરની દિગ્ગજ ભારતીય કંપની ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation of India LIC)એ ત્રીજા ત્રિમાસિક એટલે કે Q3 દરમિયાન ટાટા સમૂહની કંપનીમાં હિસ્સેદારી ખરીદી છે. સપ્ટેમ્બર 2021ના છેલ્લાં ત્રિમાસિકમાં સરકારી વીમા કંપની અને દિગ્ગજ નિવેશકની તે કંપનીમાં કોઈ હિસ્સેદારી નહોતી. BSEના આંકડાઓ અનુસાર, LICનું નામ ટાટા એલેક્સીની ડિસેમ્બર શેર હોલ્ડિંગમાં સામે આવ્યું છે, કારણ કે તેણે ઓક્ટોબર- ડિસેમ્બર 2021ની અવધિ દરમિયાન કંપનીમાં 1.04 ટકા હિસ્સેદારી ખરીદી છે, જેમા LICની પાસે 649786 ઈક્વિટી શેર થઈ ગયા છે.

આ દરમિયાન મ્યૂચ્યુઅલ ફંડે કંપનીમાં પોતાની હિસ્સેદારીને ઓછી કરી દીધી છે, કારણ કે તેમની હિસ્સેદારી ડિસેમ્બર મહિનાના અંત સુધી 3.60 ટકા અથવા 2244448 શેર રહી છે, જે જુલાઈ-સપ્ટેમ્બર 2021ની અવધિ દરમિયાનની હિસ્સેદારી કરતા 3.84 ટકા ઓછી છે. ટાટા એલેક્સી ઓટોમોટિવ, બ્રોડકાસ્ટ, કમ્યુનિકેશન્સ, હેલ્થકેર અને ટ્રાન્સપોર્ટેશન સહિત ઉદ્યોગોમાં દુનિયાની અગ્રણી ડિઝાઈન અને પ્રોદ્યોગિકી સેવા પ્રદાતાઓમાંથી એક છે. આ ડિઝાઈન થિંકિંગ અને આઈઓટી (ઈન્ટરનેટ ઓફ થિંગ્સ), ક્લાઉડ, મોબિલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી ડિજિટલ ટેકનિકોની એપ્લિકેશન દ્વારા પ્રોડક્ટ્સ અને સર્વિસીસ ઓફર કરે છે.

બેંગ્લુરુ સ્થિત કમ્પ્યુટર સોફ્ટવેર કંપની ટાટા એલેક્સીના શેરોએ એક વર્ષમાં 188 ટકા કરતા વધુની તેજી સાથે મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. જ્યારે, છેલ્લાં છ મહિનાઓમાં આ મલ્ટીબેગર સ્ટોક 39 ટકા કરતા વધુ વધ્યો છે. સપ્ટેમ્બરમાં પૂર્ણ થતા ત્રિમાસિક દરમિયાન કંપનીએ 125 કરોડ રૂપિયાના શુદ્ધ નફાની કમાણી કરી હતી, જેમા એક વર્ષ પહેલાની અવધિમાં 78.8 કરોડ રૂપિયાના નફાની સરખામણીમાં 58.9 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે ઓપરેશન્સ દ્વારા તેની આવક 490 કરોડ રૂપિયાથી વધીને 595 કરોડ રૂપિયા થઈ ગઈ.

ટાટા એલેક્સીની વાત કરીએ તો એક દાયકા પહેલા આ કંપની એક ટેક્નોલોજી કંપની હતી. 2011-12માં પ્રબંધને ઈન્ડસ્ટ્રી વર્ટિકલ્સ પર ફોકસ કર્યું. તેનાથી કંપનીને એક પ્રીમિયમ એન્જિનિયરીંગ સર્વિસીસ પ્રોવાઈડરના રૂપમાં પરિવર્તિત થવામાં મદદ મળી. ફીચર-લોડેડ ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, પાર્કિંગ સેન્સર, વોઈસ આસિસ્ટન્ટ અથવા સુરક્ષા પ્રણાલીઓ જેવા ઉત્પાદો માટે ટાટા એલેક્સી ઓટો કંપોનેન્ટ્સ નિર્માતાઓને ડિઝાઈન અને એન્જિનિયરીંગ પ્રોડક્ટ્સ બનાવવામાં મદદ આપે છે. મીડિયા, સંચાર, સ્વાસ્થ્ય સેવા, ઘરેલૂં ઉપકરણ, રેલ નિર્માણ અને અર્ધચાલક જેવા ઉદ્યોગો માટે કંપની નવા જમાનાના ટેકનિકલ સમાધાનોની શોધ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp