LICના IPOમાં પોલીસી ધારકોને ફાયદો થઇ શકે છે, જાણો કેવી રીતે?

PC: zeenews.india.com

ભારતીય જીવન વિમા નિગમ (LIC)એ પોતાના મેગા IPO પહેલાં પોતાના 25 કરોડ પોલીસી ધારકોને ખાસ આમંત્રણ આપ્યું છે. LICએ કહ્યું છે કે જો પોલીસી ધારકો LICના IPOમાં રોકાણ કરવા માંગતા હોય તો ડીમેટ ખાતું ખોલાવી દે સાથે PAN પણ અપડેટ કરાવવા માટે LICએ કહ્યું છે.

 રોકાણકારો જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે તે LICનો IPO ચાલું નાણાંકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં આવી શકે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ દુનિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો IPOમાનો એક હશે. આ IPO પછી LIC પબ્લિક કંપની બની જશે અને માર્કેટ કેપમાં રિલાયન્સ, ટીસીએસ, એચડીએફસી જેવી કંપનીઓની હરોળમાં આવી જશે.

 LICના ચેરપર્સન એમઆર કુમારે બિઝનેશ ટુડેને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે,  કોર્પોરેશન પોતાના પોલીસી ધારકોને IPOમાં ફાયદો પહોંચાડવા માંગે છે. પોલીસી ધારકો લાંબા સમયથી LIC સાથે જોડાયેલા છે અને ભરોસો રાખી રહ્યા છે. એટલે અમે એવું ઇચ્છીએ છીએ કે તેમને ફાયદો મળવો જોઇએ. કુમારે કહ્યું કે એટલે અમે અમારા પોલીસી ધારકોને અપીલ કરી રહ્યા છે કે  ડીમેટ એકાઉન્ટ ખોલાવો અને PAN અપડેટ કરાવી લો.

એમ આર કુમારે કહ્યું કે જો અમારી અપીલની અસર થશે તો મૂડીબજારનો વ્યાપ પણ વધશે. તેમણે કહ્યું કે અત્યારે અમારી પાસે લગભગ 6 કરોડ ડીમેટ એકાઉન્ટ છે, જયારે એલઆઇસીના 25 કરોડ ગ્રાહક છે. જેમાના મોટાભાગના ટાયર-2 અને ટાયર-3 સિટીના છે, જે ડીમેટ ખાતું ખોલાવવામાં કે IPOમાં ભાગ લેવામાં બિલકુલ રસ ધરાવતા નથી. આમ છતા સંભવિત લોકોની મોટી સંખ્યા છે જેને અમે ટાર્ગેટ કરી રહ્યા છે.

BSE પર ઉપલબ્ધ જાણકારી મુજબ અત્યારે ભારતમાં કુલ 8.85 કરોડ ડીમેટ ખાતા છે, જેમાં બંધ પડેલા અને નિષ્ક્રીય એકાઉન્ટ પણ સામેલછે. જો કે કોરાના મહામારી પછી નવા રોકાણકારોની સંખ્યા ખુબ ઝડપથી વધી છે. છેલ્લાં 2 વર્ષમાં રોકાણકારોની સંખ્યા 1.5 કરોડ વધી છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે LIC પ્રસ્તાવિત IPOમાં 10 ટકા હિસ્સો પોલીસી ધારકો માટે અનામત રાખી શકે છે. ઉપરાંત પોલીસી ધારકોને LIC ડિસ્કાઉન્ટ પણ આપી શકે છે. સેબીના હાલના નિયમ મુજબ માત્ર કર્મચારીઓને જ IPOમાં ડિસ્કાઉન્ટ આપી શકાય છે, પરંતુ સરકારે LIC એક્ટ 1956માં સુધારો કરીને LICને પોલીસી ધારકોને ડિસ્કાઉન્ટ આપી શકે તેવી સત્તા આપી છે.

એલઆઇસીના ચેરપર્સન એમઆર કુમારને જયારે પુછવામાં આવ્યું કે પોલીસી ધારકોને   LICના IPOમાં ડિસ્કાઉન્ટ મળશે? જેના જવાબમાં કુમારે કહ્યુ કે પોલીસી ધારકોને ડિસ્કાઉન્ટ આપવા પર વિચારણાં ચાલી રહી છે. અમારે દરખાસ્ત પર મંજૂરી લેવાની જરૂરિયાત ઉભી થશે એ પછી જ કોઇ નિર્ણય પર પહોંચી શકાશે.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp