10% નહીં LICમા 25% હિસ્સો વેચી શકે છે મોદી સરકાર

PC: thehindubusinessline.com

દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીનવ વીમા નિગમ (LIC)માં પોતાની હિસ્સેદારી વેચવા માટે નાણા મંત્રાલયને કેબિનેટ ડ્રાફ્ટ નોટ જાહેર કરી દીધો છે. LICમાં સરકાર પોતાની કુલ 10% હિસ્સેદારી વેચવાની સાથે જ મોટી સંખ્યામાં બોનસ શેર પણ જાહેર કરી શકે છે. નાણા મંત્રાલયે કેબિનેટ માટે અંતિમ પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે. શરૂઆતમાં LIC બોનસ શેર જાહેર કરી શકે છે. ઈક્વિટી માટે રિસ્ટ્રક્ચરિંગ પર પણ ફોકસ છે. ટૂંક સમયમાં જ તેને કેબિનેટમાંથી મંજૂરી મળી શકે છે.

રિપોર્ટ અનુસાર, મોદી સરકારને કોરોના કાળમાં LICના IPO દ્વારા મોટી રકમ ભેગી કરવાની આશા છે. સરકારનું માનવું છે કે, આ દોરમાં કલ્યાણકારી યોજનાઓ પર ખર્ચ વધશે અને ટેક્સમાં ઘટાડો થવાના અંતરની ભરપાઈ LICની હિસ્સેદારી વેચીને પૂરી કરી શકાશે. કદાચ આ જ કારણ છે કે, સરકારે LICની 25 ટકા હિસ્સેદારી વેચવાનો નિર્ણય લીધો છે, જ્યારે પહેલા 10 ટકા સ્ટેક જ વેચવાની યોજના હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર, રિટેલ નિવેશકો માટે 5 ટકા અને LICના કર્મચારીઓ માટે 5 ટકા સુધી શેર રિઝર્વ સંભવ છે. જ્યારે રિટેલ નિવેશકો માટે 10 ટકા સુધી ડિસ્કાઉન્ટ સંભવ છે. તેને માટે LIC એક્ટ 1956માં 6 મોટા બદલાવો કરવામાં આવશે. શેર હોલ્ડર્સની વચ્ચે નફો વહેંચવાની યોજના છે. ઓથોરાઈઝ્ડ કેપિટલનો પ્રાવધાન જોડવામાં આવશે અને ઈશ્યૂડ કેપિટલનો પણ પ્રાવધાન જોડવામાં આવશે.

જણાવી દઈએ કે, સરકારે પ્રી-આઈપીઓ ટ્રાન્ઝેક્શન એડવાઈઝર (TAs) તરીકે SBI કેપ્સ (SBI Capital) અને ડેલોયટ (Deloitte)ને મંજૂરી આપી દીધી છે. LICની વેલ્યૂએશન 9થી 10 લાખ કરોડ રૂપિયાની છે. એવામાં જો સરકાર IPO દ્વારા LICની 8 ટકા હિસ્સેદારી પણ વેચે તો તે 80000- 90000 કરોડ રૂપિયાની થશે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમને 1 ફેબ્રુઆરી, 2020ના રોજ બજેટ ભાષણમાં LIC IPOની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, IPO દ્વારા LICનું વિનિવેશ કરવામાં આશે. વર્તમાન, LICનો 100 ટકા માલિકી હક કેન્દ્ર સરકારની પાસે છે.

વેલ્યૂએશનની દ્રષ્ટિએ LIC અન્ય ઈન્સ્યોરન્સ કંપનીઓની સરખામણીમાં ક્યાં છે, આ સવાલ પર નજર કરીએ તો LICનો માર્કેટ કેપ 9.9 લાખ કરોડથી 11.5 લાખ કરોડ રૂપિયા છે. ઈન્સ્યોરન્સ સેક્ટરનું કુલ એસેટ 37 લાખ કરોડ રૂપિયા છે. 37 લાખ કરોડમાં LICનો હિસ્સો 33 લાખ કરોડ રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp