LICના શેરોમાં આગળ તોફાની તેજીની શક્યતા, આ છે કારણ

PC: dnaindia.com

ભારતની સૌથી મોટી કંપની LICએ નાણાંકીય વર્ષ 2022-23ના પહેલા ક્વોર્ટરમાં નફો કર્યો છે. એપ્રિલ જૂનના ક્વોર્ટરમાં LICને 682.9 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ થયો છે. ગયા નાણાંકીય વર્ષના આજ ક્વોર્ટરમાં LICનો આ નફો વાર્ષિક આધાર પર થયો છે. પણ ક્વોર્ટરના આધારે વીમા કંપનીના નફામાં ઘટાડો આવ્યો છે. કારણ કે, માર્ચના ક્વોર્ટરમાં LICનો નફો પ્રોફિટ 2371.5 કરોડ રૂપિયા રહ્યા હતા. ક્વોર્ટરના પરિણામો બાદ LIC તરફથી કહેવાયુ છે કે, આવનારા ક્વોર્ટર્સમાં કંપનીના નફામાં ઉતર ચઢ જોવા મળી શકે છે.

જૂન ક્વોર્ટરમાં વીમા કંપની LICની કુલ આવક 1,68,881 કરોડ રૂપિયા રહી છે. આ ગયા નાણાંકીય વર્ષના પહેલા ક્વોર્ટરમાં 1,54,153 કરોડ રૂપિયા રહી હતી. ક્વોર્ટરના આધાર પર LICના નેટ પ્રોફિટ પર નજર નાખો, તો માર્ચમાં આ નેટ પ્રોફિટ 2371 કરોડ રૂપિયા રહ્યું હતું. LICના નેટ પ્રીમિયમ આવકમાં પણ વધારો થયો છે. આ નાણાંકીય વર્ષના પહેલા ક્વોર્ટરમાં આ 98,805.25 કરોડ રૂપિયા થઇ ગઇ, જે એક વર્ષ પહેલાની સમાન અવધીમાં 82,375.61 કરોડ રૂપિયા હતી.

પહેલા ક્વોર્ટરમાં દરમિયાન LICએ 36,81,764 કરોડ રૂપિયાની પોલીસીનું વેચાણ કર્યું છે. વાર્ષિક આધાર પર તેમાં લગભગ 60 ટકાનો વધારો થયો છે. ટોટલ ન્યુ બિઝનેસ પ્રીમિયમ આવક 36 ટકા વધીને 10,938 કરોડ રૂપિયા થઇ ગઇ છે. LIC અનુસાર, માર્ચ ક્વોર્ટરની સરખામણીમાં કંપનીના પ્રદર્શનમાં દરેક સેગમેન્ટમાં ઘટાડો આવ્યો છે.

મેનેજમેન્ટ હેઠળ LICની સંપત્તિ 30 જૂન સુધી વધીને 41.02 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ, જે નાણાંકીય વર્ષ 22ના પહેલા ક્વોર્ટરમાં 38.13 લાખ કરોડ રૂપિયાની સરખામણીમાં 7.57 ટકા વધ્યો છે. LICના અધ્યક્ષ એમઆર કુમારે કહ્યું કે, કોવિડ બાદ પરિસ્થિતિ સામાન્ય થવાથી તેના એજન્ટ હવે ગ્રાહકો સુધી પહોંચવા લાગ્યા છે. તેનો ફાયદો કંપનીના નેટ પ્રોફિટમાં દેખાવા લાગ્યો છે. જૂન ક્વોર્ટર દરમિયાન LICની ગ્રોસ વેલ્યુ ઓફ ન્યુ બિઝનેસ વદીને 1861 કરોડ રૂપિયા થઇ ગયું, જ્યારે વેલ્યુ ઓફ ન્યુ બિઝનેસ માર્જિન 13.6 ટકા રહ્યો.

આ દરમિયાન શુક્રવારે LICના શેરોમાં ઘટાડો નોંધાયો છે અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 0.04 ટકા ઘટીને 682.35 પૈસા પર બંધ આવ્યો છે. ગયા એક મહિનામાં કંપનીના શેરમાં પાંચ ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp