આ સ્ટોક્સ ખરીદવા રાહ જોવાની બ્રોકરેજ ફર્મ જેફરીઝની સલાહ, હજુ નીચે જશે

PC: facebook.com/jefferiesllc

ટાટા સ્ટીલ અને JSW સ્ટીલ સહિત વધારે પડતા સ્ટીલ સેક્ટરના સ્ટોક્સ સોમવારે એટલે કે, 26મી સપ્ટેમ્બરના રોજ ખરાબ પ્રદર્શન કરી રહ્યા હતા. S&P BSE મેટલ પેકમાં શામેલ દરેક 10 શેર લાલ નિશાનમાં બંધ થયા. BSE પર ઇન્ટ્રાડેમાં ટાટા સ્ટીલના શેરોમાં 5 ટકા, JSW સ્ટીલમાં 4 ટકા અને જિંદાલ સ્ટીરલમાં 7 ટકાનો કડાકો જોવા મળ્યો હતો. બજારમાં ચારેબાજુ વેચવાલી વચ્ચે સ્ટીલ સ્ટોક્સમાં કડાકો જોવા મળ્યો છે.

એક ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝનું માનવું છે કે, જૂન ક્વાર્ટરમાં ફ્લેટ સ્ટીલની કિંમતોમાં 19 ટકાનો ઘટાડો આવવાની સાથે સ્ટીલ પર દબાણ બનેલું છે. હજુ તેમાં વધુ કડાકાની શક્યતા છે, કારણ કે, ઇમ્પોર્ટની સરખામણીમાં ભારતમાં કિંમતો હજુ પણ 6થી 11 ટકા વધારે છે. બ્રોકરેજને સીઝનલ ડિમાન્ડમાં સુધારાની આશા છે, પણ ગ્લોબલ માર્કેટથી સંબંધિત જોખમો છે. બ્રોકરેજ ફર્મે કહ્યું કે, હજુ સ્ટીલ સ્ટોક્સ પર પોઝિટિવ હોવું એ જોખમ ભરેલું હશે.

જેફરીઝ JSW સ્ટીલની સરખામણીમાં ટાટા સ્ટીલને વધુ મહત્વ આપે છે. તેના કારણે ટાટા સ્ટીલના શેરને હોલ્ડ કરવાની સલાહ આપી છે અને સાથે જ પ્રાઇસ ટાર્ગેટ 87 રૂપિયાથી વધારીને 95 રૂપિયા કરી દીધો છે. તેનો મતલબ છે કે, સોમવારના ક્લોઝિંગ પ્રાઇસની સરખામણીમાં તેમાં હજુ પણ 5 ટકાના કડાકાની શક્યતા છે.

23મી સપ્ટેમ્બરની એક એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, એરલાઇન બિઝનેસ સિવાય ટાટા સ્ટીલના બોર્ડે સમૂહની સાત કંપનીઓ અને પોતાના એકીકરણની સ્કીમને મંજૂરી આપી છે. આ કંપનીઓ છે ટાટા સ્ટીલ લોન્ગ પ્રોડક્ટ્સ, ધ ટીનપ્લેટ કંપની ઓફ ઇન્ડિયા, ટાટા મેટાલિક્સ, TRF, ધ ઇન્ડિયન સ્ટીલ એન્ડ વાયર પ્રોડક્ટ્સ, ટાટા સ્ટીલ માઇનિંગ અને S&T માઇનિંગ કંપની.

જ્યારે, જેફરીઝને JSW સ્ટીલના શેરમાં શુક્રવારના ક્લોઝિંગ પ્રાઇસની સરખામણીમાં 42 ટકાનો કડાકો આવવાના અનુમાન છે. જેફ્રીઝે આ શેર માટે 385 રૂપિયાના ટાર્ગેટ સાથે અડરપર્ફોર્મન્સની રેટિંગ આપી છે.

તેમજ ઓવરઓલ બજારની વાત કરીએ તો મિડકેપ અને સ્મોલકેપ સ્પેસમાં રોકાણકારોએ વધુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે, હાલની મંદીમાં FII તરફથી તાબડતોબ વેચવાલી નથી જોવા મળી. તેમણે કહ્યું કે, જ્યારે પણ બજાર તુટે છે તો હંમેશા સૌથી પહેલા તેમાં જ કડાકો આવે છે. જ્યારે રેલીમાં પણ એ જ આગળ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp