બજાર 6 દિવસથી લાલ નિશાનમાં, નિફ્ટી હજુ કેટલું નીચે જશે?

PC: moneycontrol.com

પાછલા 6 દિવસોથી સ્ટોક માર્કેટમાં વેચાણ તરફી વલણ જારી છે. તેનું મોટું કારણ છે ડૉલર ઇન્ડેક્સ, ડૉલરની સરખામણીમાં રૂપિયો વધારે નબળો પડી રહ્યો છે. એનાલિસ્ટ્સનું કહેવું છે કે, આગળ માર્કેટમાં વધારે વેચવાલીની આશા નથી. એનાલિસ્ટ્સ કહે છે કે, હજુ પણ ફંડામેન્ટલ મજબૂત બનેલા છે. વેલ્યુએશન્સ પણ સારા લેવલ પર છે. યુરોપમાં આર્થિક સંકટની થોડી અસર ભારત પર પડી શકે છે. પણ બજાર પહેલેથી જ આ બાબતોનું અનુમાન લગાવી ચૂક્યું છે. એક બજાર નિષ્ણાંતનું કહેવું છે કે, રૂપિયાની નરમાશને છોડી દઇએ તો ફંડામેન્ટલ્સ પર વધારે અસર નથી પડી. હાલમાં બજારમાં થયેલી વેચવાલીના કારણે ડૉલરની સરખામણીમાં રૂપિયો નબળો છે. આ કારણે ક્રૂડ ઓઇલમાં આવેલો કડાકો પોઝિટિવ અસર માર્કેટ પર નથી બતાવી રહ્યો.

હવે ડૉલરની સરખામણીમાં રૂપિયો 82 રૂપિયાના લેવલ તરફ વધી રહ્યો છે. આ કારણે વિદેશી રોકાણકારોએ ભારતીય માર્કેટમાંથી પૈસા બહાર કાઢ્યા છે. જુલાઇ અને ઓગસ્ટમાં 55000 કરોડ રૂપિયાના રોકાણ બાદ વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બરમાં શુદ્ધ રૂપે ફક્ત 1300 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ મહિનાના બાકી દિવસોમાં આ આંકડો ઘટી શકે છે કારણ કે, છેલ્લાં કેટલાક દિવસોથી વિદેશી રોકાણકારો વેચવાલી કરી રહ્યા છે.

બજાર નિષ્ણાંતોનું કહેવું છે કે, ભારતીય માર્કેટમાં વેચવાલીમાં અમેરિકન બોન્ડ યીલ્ડમાં આવેલા ઉછાળાનો પણ હાથ છે. અમેરિકન બોન્ડ યીલ્ડ લગભગ 4 ટકા પર પહોંચી ગયો છે. તેનો મતલબ એ છે કે, રોકાણકારો અમેરિકામાં પોતાના ઇન્વેસ્ટમેન્ટ પર વગર કોઇ રિસ્ક 4 ટકાનું રિટર્ન હાંસલ કરી શકે છે. ગ્લોબલ માર્કેટને અમેરિકન કેન્દ્રીય બેંકની ચાલથી પણ ઝટકો લાગ્યો છે. ફેડરલ રિઝર્વે કહ્યું કે, તે આગળ પણ ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું ચાલુ જ રાખશે. તેના કારણે અમેરિકા સહિત પશ્ચિમી દેશોમાં મંદીની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.

એક અન્ય બજાર નિષ્ણાંતનું કહેવું છે કે, જો વિશ્વમાં મંદી આવશે તો ઇન્ડિયા બચેલું ન રહેશે. ઇન્ડિયન માર્કેટના સારા પ્રદર્શના કારણે ઘરેલુ અર્થવ્યવસ્થા સંબંધિત સારી સ્થિતિઓ છે. ડિમાન્ડ મજબૂત છે. GDP ગ્રોથ સારો છે અને કોમોડિટીની કિંમતોમાં નરમાશ આવી રહી છે. તેમણે કહ્યું કે, ઇન્ડિયા સંબંધિત પોઝિટિવ વાતો સ્ટોક માર્કેટને મોટા કડાકાથી બચાવશે. આ કારણે ગ્લોબલ માર્કેટની સરખામણીમાં ભારતીય બજારનું પ્રદર્શન સારું રહી શકાય છે. આ વર્ષે અત્યાર સુધી અમેરિકન બજારના પ્રમુખ સૂચકાંક S&P 500માં 24 ટકાનો કડાકો આવી ચૂક્યો છે. તેની સામે નિફ્ટી ફક્ત 4 ટકા તૂટ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp