તજજ્ઞોની આ શેરમાં ખરીદીની સલાહ, 2021માં અત્યાર સુધીમાં આપ્યું 124% રિટર્ન

PC: livemint.com

આ વર્ષે એક એવી કંપનીના શેર મલ્ટીબેગર સાબિત થયા છે, જેણે અત્યાર સુધીમાં 124 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે. ઘરેલૂ બ્રોકરેજ અને રિચર્સ ફર્મ મોતીલાલ ઓસવાલના મતે આ મલ્ટીબેગર સ્ટોકમાં હજુ વધારે તેજી આવવાની આશા છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે તેના વોલ્યૂમમાં આવનારી ગ્રોથ આ લોજિસ્ટિક્સ કંપનીની કમાણીમાં વધારો કરશે.

મોતીલાલ ઓસવાલનું કહેવું છે કે, VRL Logistics હાઈ માર્જિનવાળા LTL બિઝનેસ પર ફોકસ કરી રહ્યું છે અને નવા બજારોમાં પોતાના નેટવર્કનો વિસ્તાર કરી રહી છે. આ બ્રોકરેજ હાઉસે આ શેરને BUY રેટિંગ આવતા 540 રૂપિયાના ટાર્ગેટની સાથે ખરીદવાની સલાહ આપી છે. ફર્મનું કહેવું છે કે, અનટેપ્ડ રીજનોમાં માગમાં વધારો અને નવી શાખાઓના ઓપન થવાની આશા છે કે નાણાકીય વર્ષ 2021 અને 2024ની વચ્ચે VRL Logisticsની આવકમાં વાર્ષિક આધારે 19 ટકાનો વધારો જોવા મળશે.

બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે વોલ્યૂમમાં વધારો અને કંપની દ્વારા ખર્ચમાં કપાત માટે ઉઠાવવામાં આવેલા પગલાને જોતા આશા છે કે આવતા 2 વર્ષમાં VRL Logisticsના એબિટડા માર્જિનમાં 14-15 ટકાનો વધારો જોવા મળશે.

આ ઉપરાંત કંપનીને ઈકોનોમીમાં આવી રહેલી તેજી, કિંમતોમાં વધારો અને ઈંધણની કિંમતોમાં ઘટાડાનો ફાયદો મળશે. ડિમાન્ડ વધવાની સાથે જ કંપનીની યોજના નાણાકીય વર્ષ 2022ના બીજા ક્વાર્ટરમાં 100 વાહન પ્રતિ ક્વાર્ટર જોડવાની છે. આ ઉપરાંત વધતી માગને પૂરી કરવા માટે કંપની પોતાની નવી શાખાઓ પણ ખોલી રહી છે. નાણાકીય વર્ષ 2022ના બાકી બચેલા હિસ્સામાં કંપની વધુ 100 શાખાઓ ખોલવા જઇ રહી છે અને આ બધાનો ફાયદો કંપનીને મળશે.

નોંધ- અહીં આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ તજજ્ઞના પોતાના અંગત છે. માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવમાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp