226 વર્ષમાં પહેલીવાર ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જમાં નવો ઈતિહાસ રચાયો

PC: xinhuanet.com

અમેરિકાના ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જનું નેતૃત્ત્વ NYSEના 226 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત કોઈ મહિલા કરશે. સ્ટેસી કેનિંગહેમ NYSEના ટ્રેડિંગ ફ્લોર પર ક્લાર્ક રહી ચૂકી છે. તે હવે આ બોર્ડની 67મી અધ્યક્ષ હશે. કનિંગહેમ NYSE ગ્રુપની ચીફ ઓપરેટિંગ ઓફિસર છે. તેને શુક્રવારે અધ્યક્ષ બનાવવામાં આવી છે. ઐતિહાસિક રૂપથી NYSE પર પુરુષોનું પ્રભુત્વ પહેલેથી જોવા મળ્યું છે. NYSEના હાલના અધ્યક્ષ થોમસ ફારલે અમેરિકાના લોકપ્રિય સટોક એક્સચેન્જનું કામકાજ 2013થી સંભાળી રહ્યા હતા.

કનિંગહેમે પોતાના કરિયરની શરૂઆત જેજેસીથી કરી હતી. તેના પછી તે બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝનો ભાગ બની અને NYSEમાં અલગ અલગ ભૂમિકાઓ સંભાળવા પહેલા નેસ્ડેકમાં પણ વરિષ્ઠ પદ પર રહી ચૂકી છે. ગયા વર્ષે ફાઈનાન્સિયલ ટાઈમ્સમાં આપેલા ઈન્ટરવ્યુંમાં તેણે કહ્યું હતું કે, તેને પહેલો પ્રેમ સમર ઈન્ટર્નશીપ દરમિયાન ટ્રેડિંગ ફ્લોર સાથે થયો હતો. તે સમયે તે યુનિવર્સિટીમાંથી એન્જિનિયરીંગનો અભ્યાસ કરી રહી હતી. કનિંગહેમને શેર ડીલિંગ સિવાય કુકીંગનો પણ શોખ છે.

પોતાના કરિયરની વચ્ચે તેણે 6 મહિનાનો કુકીંગનો કોર્સ પણ કર્યો હતો. તેણે ન્યૂ યોર્ક રેસ્ટોરન્ટમાં કામ પણ કર્યું છે. તેના માટે કોઈ પણ કામમાં વાતાવરણ સરખું હોય છે. કામ દરમિયાન તણાવમાં તમે તમારા સાથીઓ સાથે લડો છો પરંતુ કોઈ પણ કામ દરમિયાન ઉદ્દભવતો તણાવ વ્યક્તિગત હોતો નથી. ઘણી વખત ગરમા-ગરમીના માહોલમાં શેર ટ્રેડિંગ દરમિયાન ઝઘડો થતો હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp