નિફ્ટીએ પ્રથમ વખત 10,000નો આંક વટાવ્યો

PC: thehindubusinessline.com

મંગળવારે ભારતીય શેરબજાર ફરી એકવખત ઈતિહાસ રચવા માટે આગળ વધી રહ્યા છે. NSEનો મુખ્ય આંક નિફ્ટી 10,000ની સપાટી પાર કરી ગયો હતો. આ સપાટી તેણે સર્વપ્રથમ વખત પાર કરી છે. જોકે, ત્યારબાદ થોડી વેચવાલી આવતા બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પણ માત્ર 91 ટ્રેડીંગ સેશનમાં નિફ્ટી 9000 પોઈન્ટથી 10,000 પોઈન્ટ પહોંચી ગયો છે.

નિફ્ટીના વધારા માટે સૌથી વધુ જવાબદાર HDFC જૂથના શેરો છે. જૂથની બેંકના શેરનો નિફ્ટીના વધારામાં હિસ્સો 796 પોઈન્ટ અને ગૃહ ધિરાણ કરતી HDFCનો હિસ્સો 538 પોઈન્ટનો છે. આ ઉપરાંત પોતાની 4G સેવાઓ શરુ કર્યા પછી સર્વકાલીન ઊંચી સપાટીએ પહોચેલા રિલાયન્સના શેરે પણ નિફ્ટીના ઉછાળા પાછળ 519 પોઈન્ટનું યોગદાન આપ્યું છે.

જોકે, નિફ્ટીની 1,000 પોઈન્ટની આ છલાંગમાં બધા જ શેરના ભાવ વધ્યા છે એવું નથી. હીરો મોટરકોર્પના શેરના ઘટાડાના કારણે નિફ્ટી 641 પોઈન્ટ ઘટ્યો છે, ટાટા મોટર્સના શેરના કારણે 306 અને IOCના શેરે 332 પોઈન્ટનો ઘટાડો પણ લાવ્યો છે.

આ 91 સત્ર દરમિયાન રીઅલ એસ્ટેટ શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. NSE ઉપર રીઅલ એસ્ટેટ ઇન્ડેક્સ 37% વધ્યો છે જયારે બહુરાષ્ટ્રીય કંપનીઓનો ઇન્ડેક્સ 17.4% વધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp