નિફ્ટી પાર કરી શકે છે 19000નું લેવલ, આ 3 સ્ટોકમાં થઈ શકે છે સારી કમાણી

PC: indiatimes.com

ડેલી ચાર્ટ પર નિફ્ટીએ 3 જાન્યુઆરી, 2022ના રોજ એક falling wedge પેટર્ન બ્રેકઆઉટ આપ્યું હતું અને તેણે આજ સુધી કોઈપણ પ્રકારના ઘટાડા વિના 3.50 ટકાનું રિટર્ન આપ્યું છે. દરમિયાન, વીકલી ટાઈમ ફ્રેમ પર જોઈએ તો નિફ્ટીએ એક બુલિશ ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ આપ્યું છે અને તે 18600ના પોતાના લાઈફ ટાઈમ હાઈ તરફ વધતો દેખાઈ રહ્યો છે. હાલ, બજારની પેટર્ન બુલ્સના પક્ષમાં દેખાઈ રહી છે. માર્કેટ બ્રેથ 2:1 પર જળવાઈ રહ્યો છે. આશરે 35 સ્ટોક વધતા દેખાઈ રહ્યા છે, જ્યારે 15 સ્ટોકમાં ઘટાડો દેખાઈ રહ્યો છે. નિફ્ટી ડેલી ચાર્ટ પર હાયર ટોપ, હાયર બોટમ ફોર્મેશન બનતું દેખાઈ રહ્યું છે. થોડાં અઠવાડિયા પહેલા નિફ્ટી થોડું પ્રેશરમાં દેખાઈ રહ્યું હતું અને પોતાના 21 અને 50 DMAની નીચે ટ્રેડ કરી રહ્યો હતો, પરંતુ આ અઠવાડિયે આવેલા મજબૂત બ્રેકઆઉટના કારણે નિફ્ટી ડેલી ટાઈમ ફ્રેમ પર આ એવરેજની ઉપર પહોંચી ગયો છે.

એ વાતની મોટી સંભાવના દેખાઈ રહી છે કે, નિફ્ટીને ફરી એકવાર 18600ના પોતાના છેલ્લાં રેસિસ્ટેન્સ ઝોનની પાસે મુશ્કેલ સમયનો સામનો કરવો પડી શકે છે. જો નિફ્ટી 18600ના લેવલને મજબૂતી સાથે પાર કરી લે તો ટૂંક સમયમાં જ આપણને તેમા 19000નું સ્તર પણ જોવા મળી શકે છે. તેને માટે 17900 પર ઈમીડિએટ સપોર્ટ છે. બેંકિંગ શેરો પર નજર કરીએ તો, બેંક નિફ્ટીના વીકલી ચાર્ટ પર હેમર કેંડલિસ્ટિક પેટર્ન બનાવ્યા બાદ ઉપરના સ્તર પર એક મજબૂત રિવર્સલ બતાવ્યું છે અને તેણે પોતાના 21 અઠવાડિયાના EMAની નજીક સપોર્ટ લીધો છે. બેંક નિફ્ટી માટે 37600-37200 પર સપોર્ટ છે. જ્યારે 39200-39500 પર રેસિસ્ટન્સ છે.

Tata Motors: Buy | LTP: Rs. 507.25. આ સ્ટોકમાં 485 રૂપિયાના સ્ટોપલોસની સાથે 547 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદીની સલાહ હશે. આ સ્ટોકમાં 2-3 અઠવાડિયામાં 7.8 ટકાનું રિટર્ન જોવા મળી શકે છે.

Indus Towers: Buy | LTP: Rs. 275.80. આ સ્ટોકમાં 262 રૂપિયાના સ્ટોપલોસની સાથે 302 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદીની સલાહ હશે. આ સ્ટોકમાં 2-3 અઠવાડિયામાં 9.50 ટકાનું રિટર્ન જોવા મળી શકે છે.

Tata Communications: Buy | LTP: Rs. 1557.70. આ સ્ટોકમાં 1460 રૂપિયાના સ્ટોપલોસની સાથે 1750 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદીની સલાહ હશે. આ સ્ટોકમાં 2-3 અઠવાડિયામાં 12 ટકાનું રિટર્ન જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp