ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહી, ગરીબો, ખેડુતો અને મહિલાને મેગા ગિફટ

PC: livemint.com

નાણામંત્રી અરુણ જેટલીએ મોદી સરકારના કાર્યકાળનો પૂર્ણકદનું અંતિમ બેજટ રજૂ કર્યું હતું. આ બજેટમાં નાણામંત્રીએ ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. પહેલી જુલાઈથી જીએસટી લાગુ થયા બાદનું આ પ્રથમ બજેટ છે. નાણામંત્રીએ બજેટ રજૂ કરતી વેળા જણાવ્યું કે વર્તમાન નાણાકીય વર્ષમાં દ્વિતીય છ માસિક અર્થ વ્યવસ્થા 7.2થી વધીને 7.5 કરતાં આગળ વધશે. ભારત દુનિયાનું પાંચમું સૌથી સશક્ત અર્થતંત્ર બનવાની દિશામાં છે. મોદી સરકારના કાર્યકાળમાં જીડીપી સરેરાશ 7.5 ટકા રહેવા પામી છે. 

આજે સવારે નાણામંત્રી અરુણ જેટલીએ બજેટ પહેલા રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ સંસદના પરિસરમાં બેઠક થઈ અને કેબિનેટે બજેટને મંજુરી આપી હતી. લોકસભામાં ભાજપના દિવંગત સાંસદ ચિંતામન વંગાને શ્રધ્ધાંજલિ અર્પણ કર્યા બાદ જેટલી બજેટ ભાષણ શરૂ કર્યું હતું.

પગારદાર કરદાતાઓને રાહત આપવાનાં ઉદ્દેશ સાથે કેન્દ્રિય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે, પરિવહન ભથ્થું અને ચિકિત્સા સંબંધિત વિવિધ ખર્ચનાં સંદર્ભમાં વર્તમાન કાપને બદલે 40,000 રૂપિયાનાં પ્રમાણભૂત કાપની મંજૂરી આપવામાં આવી છે. જોકે દિવ્યાંગજનોનાં વધેલા દર પર પરિવહન ભથ્થું મળવાનું ચાલુ રહેશે.

સંસદમાં આજે સાધારણ બજેટ 2018-19 રજૂ કરતાં નાણાં મંત્રીએ કહ્યું હતું કે, પ્રમાણભૂત કાપથી પેન્શનધારકોને મહત્ત્વપૂર્ણ લાભ મળશે, જે સામાન્ય રીતે પરિવહન અને ચિકિત્સા સંબંધિત ખર્ચના સંબંધમાં ભથ્થાનો કોઈ લાભ મેળવી શકતાં નથી. આ નિર્ણયનો અમલ કરવા પાછળ સરકારને લગભગ 8,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ નિર્ણયનો લાભ આશરે 2.5 કરોડ પગારદાર કર્મચારીઓ અને પેન્શનધારકોને મળશે.

નાણામંત્રીએ મહિલાઓ માટે બેજટમાં મેગા ગિફટ આપી છે. નોકરીયાત મહિલાઓની ગજવા ભરી મહિલાઓના ઈપીએમ કોન્ટ્રીબ્યુશનમાં ઘટાડો કરીને આઠ ટકા કર્યો છે. હવેથી ઓછા પગારવાળી મહિલાઓ પોતાની મરજીથી ઈપીએફ કપાવી શકશે. હવેથી તેમના હાથમાં ખર્ચની રકમ વધારે આવશે.

40 હજાર સુધીના મેડીકલ બીલને ટેક્સ ફ્રી કરી દેવામાં આવ્યા છે. જ્યારે 31 જાન્યુઆરી 2018 બાદ ખરીદાયેલા શેરો પર 10 ટકા ટેક્સ લાગશે. લોન્ગ ટર્મ કેપિટલ ગેઈનમાં 10 ટકાની વૃધ્ધિ કરવામાં આવી છે. શિક્ષણ અને આરોગ્ય સેસ 4 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે કેટલીક વસ્તુ પર કસ્ટમ ડ્યૂટી વધારી દેવામાં આવી છે.

નાણાપ્રધાન જેટલી દેશના ગરીબો માટે દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજનાની જાહેરાત કરી છે. આ યોજના પ્રમાણે કુલ 10 કરોડ ગરીબ પરિવારને દર વર્ષે 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે. આ યોજના મુજબ દેશના લગભગ 50 કરોડ ગરીબ લોકોને સેકન્ડરી અને મોટા સ્તરે હોસ્પિટલમાં સ્વાસ્થ્ય સેવાઓ મળી શકશે. 

નાણાપ્રધાન  જેટલીએ જણાવ્યું હતું કે, ‘છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન સરકારે વ્યક્તિગત આવકવેરાનાં દરોમાં અનેક લાભદાયક ફેરફાર કર્યા છે. એટલે હું વ્યક્તિગત આવકવેરાનાં દરનાં માળખામાં કોઈ પણ ફેરફાર કરવાની દરખાસ્ત રજૂ કરતો નથી. સામાન્ય રીતે સમાજમાં માન્યતા છે કે પગારદાર વર્ગની સરખામણીમાં વ્યક્તિગત વ્યવસાય કરનાર વ્યક્તિઓની આવક સારી હોય છે.’

વધુમાં નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે આનાથી કાગળની કાર્યવાહી ઓછી થશે અને પગારદારોને કર ચૂકવણી ઘટાડવામાં મદદ મળશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp