ગિફ્ટ સિટીમાં હવે લંડનનું સ્ટોક એક્સચેન્જ આવશે

PC: guardian.ng

ગુજરાતના ગાંધીનગર સ્થિત સ્માર્ટ સિટી ગિફ્ટમાં હવે લંડનનું સ્ટોક એક્સચેન્જ પણ ખોલાશે. ગુજરાતના ઉદ્યોગ વિભાગે આ જાહેરાત કરી છે. વાયબ્રન્ટ સમિટ માટે મૂડી રોકાણ આકર્ષવા UK ગયેલી ગુજરાતની ટીમને આ મોટી સફળતા મળી છે. લંડન સ્ટોક એક્સચેન્જ અને ભારતના નેશનલ સ્ટોક એક્સચેન્જ વચ્ચે MoU થયા છે. આ પ્રતિનિધિ મંડળે UK તેમજ નેધરલેન્ડની મુલાકાત લીધી હતી, જેમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ તેમજ વેપારી સંગઠનો પણ જોડાયા હતા. તેઓએ લંડનમાં વ્યવસાયિક સમુદાયો સાથે બેઠકો કરી હતી.

ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસે કહ્યું હતું કે એર્સેલર મિત્તલ જૂથના ચેરમેન અને  CEOને UKના ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉદ્યોગપતિઓએ ગુજરાતના ધોલેરા સ્માર્ટ સિટીમાં રોકાણ કરવાની તૈયારી બતાવી છે. આ પ્રતિનિધિઓએ ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં આવવા માટે UKના ઉદ્યોગપતિઓને આમંત્રણ આપ્યું હતું જેનો સારો પ્રતિસાદ મળ્યો છે. UKમાં ભારતના ઉચ્ચ કમિશન દ્વારા ગુજરાત સરકાર અને પોન્ટાક UK-ઇન્ડિયા ઇનોવેશન ફંડ વચ્ચે નાણાકીય ટેક્નોલોજી અને સ્માર્ટ શહેરો જેવા ક્ષેત્રોમાં નોકરીની તકો ઉભી કરવા ટેક્નોલોજી ટ્રાન્સફર કરવા તેમજ પ્રોત્સાહન આપવા MoU સાઇન કરવામાં આવ્યો છે.

ગુજરાતના આ પ્રતિનિધિમંડળે પોર્ટ ડેવલપમેન્ટની તકો શોધવા માટે પોર્ટ શહેર રોટરડેમની પણ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં આમંત્રણ આપવા માટે ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ વિવિધ દેશોની મુલાકાતે છે.  ગુજરાતના ઓફિસરોની આ બીજા તબક્કાની વિદેશ મુલાકાત છે. UKથી પરત આવીને નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ હવે અમેરિકા ગયા છે. તેમની સાથે ગુજરાતનું પ્રતિનિધિમંડળ છે. તેઓ આવતા મહિને પાછા આવી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp