3 કલાકમાં આ IPO 800% સબ્સક્રાઈબ, સામાન્ય નાગરિકો પૈસા લગાવવામાં સૌથી આગળ

PC: indiatimes.com

ડિફેંસ અને સ્પેસ એન્જિનિયરિંગની કંપની પારસ ડિફેન્સના IPOને ખૂબ જ જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. રોકાણકારોને આ IPOથી મોટી કમાણીની આશા છે. ખાસ કરીને રિટેલ રોકાણકારોમાં આ IPOને લઇ ખાસ્સો ઉત્સાહ છે. પારસ ડિફેન્સનો IPO ઓપન થતાં જ થોડી જ મિનિટોમાં સંપૂર્ણ રીતે સબ્સક્રાઈબ થઇ ગયો.

આંકડા અનુસાર, આજે 10 વાગ્યે IPO ઓપન થતાં જ માત્ર 3 કલાકમાં એટલે કે બપોરે 1 વાગ્યા સુધીમાં તે 8 ગણો વધારે સબ્સક્રાઇબ થઇ ચૂક્યો છે. સૌથી વધારે રિટેલ રોકાણકારોનો હિસ્સો 16 ગણો સબ્સક્રાઈબ થયો છે. જ્યારે NIIનો હિસ્સો 100 ટકા સબ્સક્રાઈબ થયો છે.

આ IPOને જોરદાર રિસ્પોન્સ મળવા પાછળ તેના ગ્રે માર્કેટનું વધતું પ્રીમિયમ છે. પાછલા 4 દિવસોમાં પારસ ડિફેન્સનું ગ્રે માર્કેટમાં પ્રીમિયમ લગભગ 100 રૂપિયા વધ્યું છે. ગ્રે માર્કેટમાં શેર 385 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે કુલ 210 રૂપિયાનાં પ્રીમિયમ પર કારોબાર થઇ રહ્યો છે. ગ્રે માર્કેટમાં ડિમાન્ડને જોતા શાનદાર લિસ્ટિંગનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ IPOઓ 27 સપ્ટેમ્બરે બંધ થશે. કંપની ઈશ્યૂના માધ્યમે 170.78 કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારીમાં છે. IPO દ્વારા આ કંપની 140.60 કરોડ રૂપિયાનો ફ્રેશ ઈશ્યૂ બહાર પાડશે. જ્યારે 30.18 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલ દ્વારા વેચશે. IPOનો પ્રાઈસ બેન્ડ 165-175 રૂપિયા શેર છે.

IPOનો 50 ટકા ભાગ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે રિઝર્વ છે. નોન ઈંસ્ટિટ્યૂશનલ માટે 15 ટકાનો ભાગ રાખવામાં આવ્યો છે. જ્યારે રિટેલ રોકાણકારો માટે 35 ટકા હિસ્સો રિઝર્વ છે. કંપનીના પ્રમોટર શરદ વિરજી શાહ અને મુંજાલ શરદ શાહ છે.

પારસ ડિફેંસ કંપની ડિફેંસ અને સ્પેસ રિસર્ચ સેક્ટરને કસ્ટમાઈઝ્ડ પ્રોજેક્ટ્સ પુરા પાડે છે. નવી મુંબઈ અને થાણેમાં કંપનીના બે ઉત્પાદન પ્લાન્ટ છે. કંપનીની શરૂઆત 2009માં થઇ હતી. પાછલા 12 વર્ષમાં કંપનીનો બિઝનેસ ઝડપથી ફેલાયો છે.

પારસ ડિફેંસની ક્લાઇંટ લિસ્ટમાં ઘણી મોટી કંપનીઓ છે. જેમાં ISRO, DRDO, ભરત ઈલેક્ટ્રોનિક્સ, હિંદુસ્તાન એરોનોટિકલ્સ, ગોડરેજ એન્ડ બોયર્સ, TCS, કિર્લોસ્કર ગ્રુપ, ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને ભારત ડાયનેમિક્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp