Paytmના શેરે નિરાશ કર્યા, માઇનસમાં લિસ્ટીંગ, ફાઉન્ડરની આંખમાં આંસુ

PC: tradebrains.in

મોટી આશા-અપેક્ષા સાથે Paytmના IPOમાં રોકાણ કરનારા રોકાણકારોનો ગુરુવારે સવારે મૂડ બગડી ગયો હતો. રોકાણકારોને એવી ધારણાં હતી કે Paytmનો શેર પ્રિમીયમથી ખુલશે, પરંતુ આજે સવારે આ શેરનું લિસ્ટીંગ થયું તો ધબડકો વળી ગયો હતો. દેશની સૌથી મોટા ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ Paytmની પેરન્ટ કંપની One 97 Communicationsનું આજે બીએસઇ પર 1955ના ભાવે લિસ્ટીંગ થયું જે ઇશ્યૂ પ્રાઇસ રૂપિયા 2150થી 9.07 ટકા માઇનસ છે. એનએસઇ પર આ શેરનો ભાવ 1950 રૂપિયા પર લિસ્ટ થયો હતો. લિસ્ટીંગમાં નુકશાન થતા કેટલાંક રોકાણકારોએ કહ્યું કે કંપનીને ચૂના લગા દિયા. તેના ફાઉન્ડરના આંખમાં આંસુ સરી પડ્યા હતા. 

Retail investor who got Paytm IPO, after seeing the listing price#paytmlisting #StockMarketindia pic.twitter.com/DUCmQfrFOq

Paytmનો શેર ગુરુવારે જયારે ખુલ્યો ત્યારે 1950 રૂપિયા પર ખુલ્યો હતો, પરંતુ નીચામાં 1586 રૂપિયા સુધી ગયો હતો. આ લખાઇ રહ્યું છે ત્યારે આ શેર 1680ના ભાવે ટ્રેડ થઇ રહ્યો છે. નીચા લિસ્ટીંગને કારણે રોકાણકારોમાં ભારે નિરાશા વ્યાપી ગઇ છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર લોકોએ મીમ્સ પણ બનાવવા માંડ્યા. જેમને  Paytmના શેર નથી લાગ્યા તેવા લોકો મજા લઇ રહ્યા છે. આ વર્ષમાં લિસ્ટીંગ થનારી Paytm 49મી કંપની છે.

Paytmનો IPO દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હતો. 18300 કરોડ રૂપિયાના આ IPOને મોળો પ્રતિસાદ મળ્યો હતો. માત્ર 2.79 ગણો જ ઇશ્યૂ ભરાયો હતો. Paytmનો  IPO 8 નવેમ્બરે ખુલ્યો હતો અને 10 નવેમ્બરે બંધ રહ્યો હતો.

Paytmના લિસ્ટીંગની સાથે તે હવે નાયકા, જોમેટો અને પીબી ફિનટેક જેવી ટેક કંપનીઓમાં સામેલ થઇ ગઇ છે. નાયકા, જોમેટો અને પીએમબી ફિનટેક આ પહેલાં જ શેરબજારમાં લિસ્ટ થઇ છે, પરંતુ આ કંપનીઓએ રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું છે. નાયકાના શેરે તો લિસ્ટીંગના સમયે જ 83 ટકા જેટલું હેવી રિટર્ન આપી દીધું હતુ.

Paytmના IPOને ધારણા મુજબનો પ્રતિસાદ નહીં મળતા ગ્રે માર્કેટમાં તેનો ભાવ સતત તુટતો રહ્યો હતો. જાણકારો માનતા હતા કે ઇશ્યૂનો ભાવ 5થી 10 ટકા જેટલો નીચો ખુલશે. આ શેર 7 નવેમ્બર સુધી 2300 રૂપિયા સુધી ગ્રે માર્કેટમાં ટ્રેડ કરતો હતો, જયારે ઇશ્યૂ પ્રાઇસ હતો 2150 રૂપિયા હતો. પરંતુ 8 નવેમ્બરે ગ્રે માર્કેટમાં પ્રિમિયમ ઘટવા માંડ્યું હતુ.

હવે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં શેરનો ભાવ ઉપર જાય છે કે પછી ધબડકો વળે છે. એવી ખબર પણ છે કે કંપનીના સીઇઓ વિજય શેખર શર્મા લિસ્ટિંગ પછી ઇમોશનલ થઇ ગયા હતા અને આંખમાં આસું આવી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp