6 મહિનામાં 1240 ટકા વધી આ શેરની કિંમત, 3થી વધી 40 રૂપિયાનો થયો શેર

PC: langimg.com

હાલમાં કોરોના વાયરસના કારણે શેર બજારમાં ખૂબ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. પણ આ બધાની વચ્ચે અમુક શેર એવા છે, જે ફાયદાકારક સાબિત થયા છે. પાછલા 6 મહિનામાં 25 એવા પેની સ્ટોક રહ્યા છે, જેમણે 100 ટકાથી લઈ 1240 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે. જણાવી દઈએ કે, આ એ સ્ટોક છે જેમની કિંમત 10 રૂપિયા કરતા પણ ઓછી હતી, પણ તેમણે રિટર્ન ખૂબ જ જોરદાર આપ્યું છે.

1240 ટકા રિટર્ન આપનાર શેર

સૌથી વધારે રિટર્ન આપનારો પેની સ્ટોક રહ્યો Hathway Bhawani Cabletel and Datacom Ltd, જે 6 મહિના પહેલા માત્ર 3 રૂપિયાનો હતો, પણ હવે તેની કિંમત 40 રૂપિયાના સ્તરને પણ પાર કરી ગઈ છે. મતલબ કે માત્ર 6 મહિનાની અંદર આ શેરએ 1240 ટકાનું રિટર્ન આપ્યું છે.

300 ટકાથી વધારે રિટર્ન આપનારા 3 શેર

આ ઉપરાંત Opto Circuits (India) Ltdના શેરમાં પણ લગભગ 392 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. તો Andhra Cements Ltd પણ લગભગ 331 ટકા વધ્યો છે. આ ઉપરાંત JMT Autoના શેરે પણ પાછલા 6 મહિનામાં 310 ટકાનું રિટર્ન આપ્યું છે.

શું હોય છે પેની સ્ટોક્સ(penny stocks)

એ શેરોને પેની સ્ટોક્સ કહેવામાં આવે છે, જેમની કિંમત 10 રૂપિયાથી પણ ઓછી હોય છે. આ શેરોમાં લિક્વિડિટી ખૂબ જ ઓછી હોય છે. આ શેરોને ભંગાર શેર પણ કહેવામાં આવે છે. ઘણીવાર કોઈ નાની કંપનીનો કારોબાર અચાનક વધવા લાગે છે. પછી તેની ગણતરી સફળ કંપનીઓમાં થવા લાગે છે. એવામાં શેરોની કિંમતો પણ ઉછળવા લાગે છે.

પેની સ્ટોક્સ કેટલા ભરોસાપાત્ર

પેની શેરોમાં રોકાણ કરવામાં જોખમ ખૂબ જ વધારે હોય છે. આ શેરો ખૂબ જ ઓછા સમયમાં ભારે ઉતાર ચઢાવ દેખાડી શકે છે. એવામાં રોકાણકારો માલામાલ પણ થઈ શકે છે અને તેમણે ભારે નુકસાન પણ ઉઠાવવું પડી શકે છે. ઘણીવાર એવું પણ જોવામાં આવ્યું છે કે માત્ર રોકાણકારોનું ધ્યાન આકર્ષવા માટે પ્રમોટર્સ જ આ સ્ટોક્સના ભાવ વધારવા માટે જવાબદાર હોય છે. એવામાં જો પેની સ્ટોક્સમાં રોકાણ કરવું છે તો સજાગ રહો અને દરેક ઝીણવટને સમજો. તો જ સારો નફો કમાઈ શકાય છે.

ભલે નિયમિત શેરોની તુલનામાં પેની સ્ટોક્સમાં થોડો ઘટાડો છે, પણ તેમની તરલતા ચિંતાનો વિષય છે. કારણ કે આ સ્ટોક વધુ જોખમ ઉઠાવે છે અને ઓછા વિનિયમ હોય છે. માટે ખરીદારો તેને ખરીદતા પહેલા ખચકાય છે. જે શેરોની તરતલતા પ્રભાવિત કરે છે, જેથી તે રોકાણકારો પ્રત્યે અનાકર્ષક થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp