Paytmનો શેર 6 ટકા તૂટ્યો, આ છે શેર તૂટવાનું કારણ

PC: deccanherald.com

શુક્રવારે બજારમાં Paytmના શેરમાં ફરી કડાકો બોલી ગયો છે અને ભાવ 6 ટકાથી વધારે નીચે ઉતરી ગયો છે. આજે બજાર ખુલતાની સાથે જ Paytmનો શેર રૂ. 815.95 પર ટ્રેડ થઈ રહ્યા હતો. પરંતુ જેમ જ માર્કેટે ગતિ પકડી કે તરત જ Paytmના શેરમાં કડાકો બોલી ગયો. Paytmની વાર્ષિક બેઠક 19 ઓગસ્ટના રોજ યોજાવાની છે. Paytmના શેરમાં ઘટાડાને કારણે તેનું માર્કેટ કેપ રૂ. 3,272.91 કરોડ ઘટીને રૂ. 50,227.87 કરોડ થયું છે. 11 ઓગસ્ટે શેર રૂ.825.50 પર બંધ થયો હતો.

Advisory Services India Limited (IIAS) એ Paytm માં CEO તરીકે વિજય શેખર શર્માની પુનઃનિયુક્તિ પર સવાલો ઉઠાવ્યા છે. આ પછી શુક્રવારે  Paytmના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારેPaytm નો શેર 6 ટકાથી વધુ તુટી ગયો હતો. IIASએ જણાવ્યું હતું કે તે આવતા અઠવાડિયે વાર્ષિક સામાન્ય સભા (AGM)માં CEO અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે વિજય શેખર શર્માની પુનઃનિયુક્તિનો વિરોધ કરે છે. શુક્રવારે Paytm  શેર 6.2 ટકા ઘટીને રૂ. 775ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો.

IIASએ કહ્યુ કે વિજય શેખર શર્માએ કંપનીને નફાકારક બનાવવા માટે ઘણા વચનો આપ્યા હતા, પરંતુ તે પૂરા થયા નથી. બોર્ડે મેનેજમેન્ટને પ્રોફેશનલાઇઝ કરવા પર વિચાર કરવો જોઇએ. એડવાઇઝરી ફર્મે જણાવ્યું હતું કે પેટીએમના શેર લિસ્ટિંગ ભાવ રૂ. 2,150 થી ઘટીને રૂ. 825.50 પર આવી ગયા છે. તેમાં 63.6 ટકાનો ઘટાડો થયો છે.

જેના કારણે શેરધારકોને ભારે નુકસાન થયું છે. Paytm ને એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રૂ. 644 કરોડનું નુકસાન થયું છે. IIASના અંદાજ મુજબ, વિજય શર્માને FY2023માં રૂ. 9ના દરે 2.1 કરોડ સ્ટોક ઓપ્શન્સ સાથે રૂ. 796 કરોડનો પગાર મળવાની અપેક્ષા છે.

Paytmના શેરનો 52 સપ્તાહનો નીચો ભાવ રૂ. 510.05 રહ્યો છે. 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટી રૂ. 1,955 હતી.

Paytmના શેરમાં આજે ઘટાડાની પાછળ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ગાઈડલાઈન પણ જણાવવામાં આવી રહી છે. RBIએ ડિજિટલ ધિરાણ અંગે અંતિમ માર્ગદર્શિકા જારી કરી છે. તેમાં જણાવાયું છે કે ધિરાણકર્તા, ગ્રાહકની વ્યક્તિગત માહિતી સાથે સંબંધિત તમામ ડેટાની સુરક્ષા માટે પણ જવાબદાર રહેશે. ઉપરાંત, કોઈપણ ડિજિટલ ધિરાણ કંપની ગ્રાહકોનો વ્યક્તિગત ડેટા સંગ્રહિત કરશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp