બિગ બુલે પોતાના પોર્ટફોલિયોના આ બે શેરોમાં વધારી હિસ્સેદારી

PC: indiatimes.com

દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની પાસે સ્ટોક માર્કેટનો લાંબો અનુભવ છે. પોતે બિગ બુલ ઘણીવાર કહી ચૂક્યા છે કે માત્ર 5 હજાર રૂપિયાના રોકાણથી તેમણે શરૂઆત કરી હતી. આજની તારીખમાં તે અબજોપતિ રોકાણકાર છે. તેઓ પોતાના પોર્ટફોલિયોમાં કોઇપણ શેર સામેલ કરતા પહેલા તેને દરેક એંગલે તપાસે છે. એજ કારણ છે કે તેમના પોર્ટફોલિયોમાં સામેલ ઘણાં શેરોએ સતત સારું રિટર્ન આપ્યું છે.

ઝુનઝુનવાલા હંમેશા પોતાના પોર્ટફોલિયોનું રિવ્યૂ કરતા રહે છે. તેમને જે સ્ટોક્સ પસંદ આવે છે તેમાં હિસ્સેદારી વધારવામાં પણ તે ખચકાતા નથી. રાકેશ ઝુનઝુનવાલા એવી કંપનીઓના શેરોમાં રોકાણ કરે છે, જે ફંડામેંટલી સારી હોય છે. હાલના દિવસોમાં બિગ બુલે મેટલ શેરોમાં તેમની હિસ્સેદારી વધારી છે.

તેમણે NALCO અને SAILમાં પોતાની હિસ્સેદારી વધારી છે. નાલકોએ એક વર્ષમાં 175 ટકાનું રિટર્ન આપ્યું છે. તો SAILએ પાછલા એક વર્ષ દરમિયાન 185 ટકાનું રિટર્ન આપ્યું છે. ઝુનઝુનવાલાએ નાલકોમાં પોતાની હિસ્સેદારી વધારીને 1.6 ટકા કરી દીધી છે.

તો SAILમાં બિગ બુલે સપ્ટેમ્બરમાં પોતાની હિસ્સેદારી વધારીને 1.76 ટકા કરી દીધી છે. જ્યારે એપ્રિલ જૂન ક્વાર્ટર દરમિયાન તેમના આ સ્ટોક્સમાં 1.39 ટકાની હિસ્સેદારી હતી. દુનિયાભરમાં કમોડિટીની કિંમતોમાં તેજીથી વધારાના કારણે મેટલ શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. એજ કારણ છે કે બિલ બુલના હોલ્ડિંગ વાળી આ કંપનીઓના શેરોને ફાયદો મળી રહ્યો છે.

નાલકો અને SAIL બંને સાર્વજનિક કંપની છે અને મેટલ સેક્ટરમાં તેમનો ખાસ્સો દબદબો છે. ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં ટાટા ગ્રુપની ઘણી કંપનીઓ છે. જેમાં તેમણે મોટી રકમનું રોકાણ કર્યું છે. પાછલા દિવસોમાં તેમણે ટાટા મોટર્સ અને ટાટા કમ્યુનિકેશંસમાં પોતાનું રોકાણ વધાર્યું છે. તેમનું ટાટા ગ્રુપની 3 કંપનીઓમાં રોકાણ છે. આ ઉપરાંત ટાટા મોટર્સમાં પણ તેમનું રોકાણ છે.

નોંધ- અહીં આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ તજજ્ઞના પોતાના અંગત છે. માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવમાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp