શું આ 5 કારણોને લઈ રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું- અપના ટાઈમ આ ગયા હૈ!

PC: indianexpress.com

તમે લોકોને એવુ કહેતા તો સાંભળ્યા જ હશે કે એક દિન અપના ટાઈમ આયેગા. કેટલાક લોકોની સાથે કંઈક સારુ થાય તો તેમને લાગે છે કે, હવે તેમનો ટાઈમ આવી ગયો છે. પરંતુ શું ભારતીય શેરબજારનો ટાઈમ આવી ગયો છે? આ અંગે દેશના દિગ્ગજ નિવેશક રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું કે, ભારતનો ટાઈમ આવી ગયો છે. ભારતીય શેરબજારના બિગ બુલના જણાવ્યા અનુસાર, અપના ટાઈમ આયેગા... પરંતુ હું કહું છું, અપના ટાઈમ આ ગયા હૈ. આખરે રાકેશ ઝુનઝુનવાલાએ શા માટે કહ્યું કે અપના ટાઈમ આ ગયા હૈ?

શેરબજારના પરિદ્રશ્યને જોઈએ તો છેલ્લાં કેટલાક વર્ષોમાં મોટા બદલાવ આવ્યા છે. અહીં આવા જ 5 બદલાવ અથવા સંકેત વિશે જણાવવામાં આવ્યું છે, જેને આધાર માનીને રાકેશ ઝુનઝુનવાલા જેવા દિગ્ગજ ઈન્વેસ્ટર કહી રહ્યા છે કે, હવે રાહ જોવાનો સમય પૂરો થઈ ગયો છે અને અપના ટાઈમ આ ગયા હૈ.

ઈકોનોમીમાં સ્પીડ

સરકારનું ફોકસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર છે. સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો પ્લાન છે. તેમા નાગરિક અને વ્યાવસાયિક સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. આ ઉપરાંત, જીડીપીમાં ફાસ્ટ રિકવરીના સંકેત મળી રહ્યા છે. સરકાર દાવો કરી રહી છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ ડબલ ડિજિટ રહી શકે છે. તેમજ RBIએ નાણાકીય વર્ષ 2022માં જીડીપી ગ્રોથના લક્ષ્યને 9.5% રાખ્યો છે.

રિટેલ નિવેશકોનો વધતો વિશ્વાસ

એક અનુમાન અનુસાર, ભારતમાં આશરે 4 કરોડ ડીમેટ અકાઉન્ટ ખુલી ચુક્યા છે. છેલ્લાં બે વર્ષમાં સૌથી વધુ રિટેલ નિવેશક શેરબજાર સાથે સંકળાયેલા છે. જો અમેરિકાની વાત કરીએ તો ત્યાં આશરે 35 ટકા લોકો શેરબજાર સાથે સંકળાયેલા છે. જ્યારે ભારતમાં આબાદી પ્રમાણે માત્ર 3 ટકા લોકો જ શેરબજાર સાથે સંકળાયેલા છે. એવામાં ભારતમાં ગ્રોથની સંભાવના છે, કારણ કે ભારતમાં આશરે 90 કરોડ વયસ્ક છે અને ધીમે-ધીમે લોકોમાં શેરબજારને લઈને રુચિ વધી રહી છે.

કંપનીઓનું સારું પ્રદર્શન

સરકારનું FDI પર ફોકસ છે. જ્યારે વિદેશી નિવેશ આવશે, ત્યારે દરેક સેક્ટરમાં વિકાસ સંભવ છે. વિદેશી કંપનીઓને લલચાવવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2019માં કોર્પોરેટ ટેક્સમાં ભારે ઘટાડાની જાહેરાત કરી હતી. પહેલાથી રજિસ્ટર્ડ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સનો દર 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરી દેવામાં આવ્યો છે. જ્યારે નવી રજિસ્ટર્ડ થનારી મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ માત્ર 15 ટકા ટેક્સ આપવો પડશે. વિદેશી કંપનીઓ પહેલા ભારતમાં વધુ ટેક્સનું બહાનુ આપીને નિવેશથી બચતી હતી.

શેરબજાર રેકોર્ડ હાઈ પર

નિફ્ટી 18000ના સ્તર પર પહોંચ્યુ હતું. તેમ છતા રાકેશ ઝુનઝુનવાલા કહે છે કે, હું હજુ પણ ભારતીય બજારને લઈને બુલિશ છું. તેમનું કહેવુ છે કે, તેજી પાછળ કંપનીઓના ગ્રોથની સ્ટોરી છે. દેશની મોટી કંપનીઓની બેલેન્સ બુક વધુ મજબૂત બની છે. કોરોના સંકટ દરમિયાન આઈટી કંપનીઓમાં ખૂબ ગ્રોથ થયો. કોરોનાની પહેલી લહેર દરમિયાન નિફ્ટી માર્ચ-2020માં ઘટીને 7300 અંક પર પહોંચી ગયુ હતું, પરંતુ એ જ નિફ્ટી હવે 18 હજારના આંકડા પર પહોંચવામાં સફળ છે. તેની પાછળ કંપનીઓનું સારું પ્રદર્શન મોટું કારણ છે.

પાંચ ટ્રિલિયન ઈકોનોમીનું લક્ષ્ય

મોદી સરકારે વર્ષ 2025 સુધી ભારતીય અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડૉલરનો આકાર આપવાનું લક્ષ્ય રાખ્યુ છે. જોકે, કોરોના સંકટના કારણે આ લક્ષ્ય થોડો મુશ્કેલ બની ગયો છે. પરંતુ હજુ પણ સરકાર તેના પર ઝડપથી કામ કરી રહી છે. ભલે આ લક્ષ્યને મેળવવામાં થોડા વધુ વર્ષો લાગી જાય, પરંતુ સંભવ છે કે, લક્ષ્ય જરૂર હાંસલ થશે. રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું કે, કોરોના એક ફ્લૂ છે, કેન્સર નથી. આથી, આગળ બજારમાં મોટા ઘટાડાની સંભાવના ખૂબ જ ઓછી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp