ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેર અઠવાડિયામાં 6% તૂટ્યો

PC: livemint.com

દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ એક શેરનો ભાવ પાછલા એક અઠવાડિયામાં 6 ટકા તૂટી ચૂક્યો છએ. જૂન 2021 ક્વાર્ટરમાં નબળા નાણાકીય પરિણામોને લીધે એગ્રોકેમિરલ કંપની Rallis Indiaના શેરોમાં બિકવાલી થઇ રહી છે. શુક્રવાર 23 જુલાઇના કારોબારી દિવસે જ આ શેરોમાં 1 ટકાથી વધારાનો ઘટાડો થયો છે. અનુમાનથી વિપરીત નબળા ઓપરેશનલ પ્રદર્શનના કારણે એપ્રિલ-જૂન 2021માં કંપનીનો નેટ પ્રોફિટ 1.4 ટકાના ઘટાડાની સાથે 82.3 કરોડ રૂપિયા પર આવી ગયો.

જોકે, કંપનીના રેવેન્યૂમાં આ દરમિયાન 11.7 ટકાનો વધારો થયો. નબળી નાણાકીય નીતિઓના કારણે કોટક સિક્યોરિટીઝના એનાલિસ્ટે આ સ્ટોકને ડાઉનગ્રેડ કરી 300 રૂપિયાના ફેયર વેલ્યબ પર સેલ(SELL) રેટિંગ આપી છે.

બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્નીની આ કંપનીમાં હિસ્સેદારી 9.93 ટકા છે. બિગ બુલે રૈલિસ ઈન્ડિયામાં જુલાઇ-સપ્ટેમ્બર 2020માં પોતાની હિસ્સેદારી ઓછી કરી હતી. આ પહેલા તેમની હિસ્સેદારી કંપનીમાં 10.3 ટકા હતી.

23 જુલાઇ 2021ના રોજ સવારે રૈલિસ ઈન્ડિયાના શેર 2.7 ટકાના ઘટાડાની સાથે 317 રૂપિયા પ્રતિ શેરના ભાવ લુઢકી ગયા હતા. જોકે ત્યાર પછી તેમાં અમુક રિકવરી થઇ અને આ સમયે તેના ભાવ લગભગ 322 રૂપિયા છે. કોટક સિક્યોરિટીના એવાલિસ્ટ અનુસાર કાચો માલ મોંઘો થવા પર અને ફિક્સ્ડ એક્સપેંસેઝ(ખર્ચા)માં વધારો થવાને લીધે રૈલિસ ઈન્ડિયાના EBITDAમાં 5 ટકાનો ઘટાડો આવ્યો છે. મૂળ ખર્ચમાં મોડું, કાચા માલના વધતા ભાવ અને ખરીફ સત્રમાં નબળા પ્રદર્શનના લીધે કોટક સિક્યોરિટિઝે નાણાકીય વર્ષ 2022-23માં ઈબીઆઈટીડીએ એસ્ટીમેટ્સમાં 8-10 ટકાનો કાપ મૂક્યો છે. કોટક સિક્યોરિટીઝ અનુસાર કંપની પૂંજીગત ખર્ચાઓને લઇ સાવચેતી રાખી રહી છે અને આ વાતની શક્યતા છે કે આના પર રિટર્ન ઓછું મળી શકે છે.

કોટક સિક્યોરિટીસથી વિપરિત ICICI ડાયરેક્ટે રૈલિસ ઈન્ડિયા સ્ટોકને BUY રેટિંગ આપી છે. ICICI ડાયરેક્ટ અનુસાર કંપનીના પૂંજીગત ખર્ચને લીધે તેનું પ્રદર્શન સારું રહેશે. ઘરેલૂ અને વિદેશી ક્રોપ કેયર બિઝનેસમાં સારા ગ્રોથની સંભાવના જોવા મળી રહી છે. ICICI ડાયરેક્ટ મુજબ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પ્રમુખ મોલિક્યૂલ્સ માટે ઓછા ભાવના દબાણ ઉપરાંત વોલ્યૂમ ગ્રોથની સંભાવના અને ટેક્નિકલ ઈંટીગ્રેશનના લીધે ગ્રોસ માર્જિનમાં સુધારો આવી શકે છે. આ ઉપરાંત કસ્ટમ સિંથેસિસ/CRAMS બિઝનેસ રેવેન્યૂમાં વધારાને લીધે પણ સ્ટોકને લઇ સારો આઉટલુક જોવા મળી રહ્યો છે.

નોંધઃ લેખમાં આપવામાં આવેલ સ્ટોકની ભલામણ સંબંધિત રિસર્ચ એનાલિસ્ટ અને બ્રોકરેજ ફર્મનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp