RBIએ વ્યાજદર યથાવત રાખ્યા, વ્યાજદર સંવેદનશીલ આ 11 શેર ખરીદી શકાય

PC: .financialexpress.com

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે પોતાની નીતિમાં મહત્ત્વના વ્યાજદરોમાં કોઇ ફેરફાર કર્યો નથી. પરંતું ચાલું નાણાકીય વર્ષ માટે પોતાના ગ્રોથ અંદાજને 10.5 ટકાથી ઘટાડીને 9.5 ટકા કરી દીધો છે. RBIએ રેપો રેટમાં 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3.5 ટકા યથાવત રાખ્યો છે.

રિઝર્વ બેંકના ગર્વનગર શકિતકાંત દાસે કહ્યું કે મોનેટરી પોલીસી કમિટી (MPC)એ વર્તમાન પરિસ્થિચિને ધ્યાનમાં રાખીને સાનુકુળ વલણને ત્યાં સુધી કાયમ રાખવાનો નિર્ણય લીધો છે જયાં સુધી કોરોનાથી ઉભી થયેલી પરિસ્થિતિ સામાન્યવત ન થઇ જાય.

શનિવારે નીતિ જાહેર કરતી વખતે શકિતકાંત દાસે કહ્યું કે શહેરી માગમાં ઘટાડો અને ગ્રામીણ વિસ્તારમાં વધેલા કોરોના સંક્રમણને કારણે જીડીપી ગ્રોથ પર નકારાત્મક અસર જોવા મળી શકે છે. રિઝર્વ બેંકે નાણાંકીય નીતિ પર પોતાનું નરમ વલણ જાળવ્યું છે, પણ વ્યાજદર સંવેદનશીલ શેરોમાં રોકાણની તક નજરે પડી રહી છે. આજે તમને વ્યાજદરથી સંવેદનશીલ એવા 11 સ્ટોકસની માહિતી આપીશું જે આગામી 6 મહિનાથી એક વર્ષના સમયગાળામાં 15થી 30 ટકા સુધીનું રિટર્ન આપી શકે છે.

એસએમસી  ગ્લોબલ સિકયોરિટીઝના ક્ષિતીજ ગાંધીએ આ 4 સ્ટોકસ ખરીદવાની ભલામણ કરી છે.

મારુતી સુઝુકી- આ શેરનો ભાવ 7207 રૂપિયા છે ઉપરમાં 8250 રૂપિયાનો ટાર્ગેટ રાખીને ખરીદી કરી શકાય. રૂપિયા 6400નો સ્ટોપલોસ રાખવો. 18 ટકા ઉપર જઇ શકે છે.

એચડીએફસી બેંક- અત્યારે રૂપિયા 1520નો ભાવ છે. રૂપિયા 1775નો ટાર્ગેટ રાખીને ખરીદી કરી શકાય. રૂપિયા 1350નો સ્ટોપલોસ રાખવો. 17 ટકા ઉપર જઇ શકે છે.

ડીએલએફ લિમિટેડ- રૂપિયા 297નો ભાવ ચાલે છે રૂપિયા 380નો ટાર્ગેટ રાખવો. રૂપિયા 245નો સ્ટોપલોસ રાખવો. 28 ટકા ઉપર જઇ શકે.

કોટક મહિન્દ્રા- રૂપિયા 1814ના ભાવે ખરીદી કરી શકાય. રૂપિયા 2075નો ટાર્ગેટ રાખવો. રૂપિયા 1650નો સ્ટોપલોસ રાખવો. 15 ટકા ઉપર જઇ શકે.

એચડીએફસી સિકયોરીટીઝના નંદીશ શાહે આ 3 શેરો ખરીદવાની ભલામણ કરી છે.

ઓબેરોય રીયલ્ટી- રૂપિયા 860ના ભાવે ખરીદી શકાય. રૂપિયા 860નો ટાર્ગેટ રાખવો. રૂપિયા 550નો સ્ટોપલોસ રાખવો. 30 ટકા ઉપર જઇ શકે.

બજાજ  ફાયનાન્સ- રૂપિયા 5901ના ભાવે ખરીદી કરી શકાય. રૂપિયા 7000નો ટાર્ગેટ રાખવો. રૂપિયા 5270નો સ્ટોપલોસ રાખવો. 19 ટકા ઉપર જઇ શકે.

એસબીઆઇ- રૂપિયા 440ના ભાવે ખરીદી કરી શકાય. રૂપિયા 550નો ટાર્ગેટ રાખવો. રૂપિયા 375નો સ્ટોપલોસ રાખવો. 25 ટકા ઉપર જઇ શકે.

Sanctum Wealth Management ના આશિષ ચતુરમોહતાએ 2 શેરો ખરીદવાની ભલામણ કરી છે.

ICICI બેંક- રૂપિયા 690ના ભાવે ખરીદી કરી શકાય. રૂપિયા 800નો ટાર્ગેટ રાખવો. રૂપિયા 600નો સ્ટોપલોસ રાખવો. 23 ટકા ઉપર જઇ શકે.

હવેલ્સ ઇન્ડિયા- રૂપિયા 1072ના ભાવે ખરીદી કરી શકાય. રૂપિયા 1250નો ટાર્ગેટ રાખવો. સ્ટોપલોસ રૂપિયા 990નો રાખવો. 16 ટકા ઉપર જઇ શકે.

આનંદરાઠીના મેહુલ કોઠારીએ આ બે શેર ખરીદવાની ભલામણ કરી છે.

અમર રાજા બેટરીઝ- રૂપિયા 752ના ભાવે ખરીદી શકાય. રૂપિયા 900નો ટાર્ગેટ રાખવો. સ્ટોપલોસ રૂપિયા 680. ઉપરમાં 20 ટકા જઇ શકે.

એમ એન્ડ એમ ફાયનાન્સ- રૂપિયા 162ના ભાવે ખરીદી કરી શકાય. રૂપિયા 200નો ટાર્ગેટ રાખવો. રૂપિયા 140નો સ્ટોપલોસ. ઉપરમાં 23 ટકા જઇ શકે છે.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp