26th January selfie contest

RBIએ રેપો રેટમાં ન કર્યો કોઈ જ ફેરફાર, તમારા જીવન પર થશે કંઇક આવી અસર

PC: ndtv.com

રિઝર્વ બેંકે અપેક્ષ અનુસાર રેપો રેટમાં ફેરફાર કર્યો નથી. બેંકની છ સભ્યવાળી નાણાકીય નીતિ સમીક્ષા (એમપીસી)એ ત્રણ દિવસીય સમીક્ષા બેઠકમાં રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંકે ચાલૂ વર્ષમાં જીડીપી ગ્રોથની ટકાવારી 7.4 ટકા રહેવાની આશા વ્યક્ત કરી છે. જ્યારે ચાલૂ નાણાકિય વર્ષની બીજી છ માસિક (ઓક્ટોબર-માર્ચ) દરમિયાન મોંઘવારી દર 2.7થી 3.2 ટકા રહેવાનો અનુમાન લગાવવામા આવી રહ્યો છે. આ વર્ષની 5મી નાણાકિય સમીક્ષા પછી એમપીસીએ રિવર્સ રેપો રેટ અને બેંક રેપો પણ ક્રમશ: 6.25 ટકા અને 6.75 ટકા પર યથાવત રાખ્યો હતો.

7.4% રહેશે જીડીપી વૃદ્ધિની સ્પીડ

રિઝર્વ બેંકની નાણાકિય નીતિ સમિતીએ ચાલૂ વર્ષે 2018-19માં જીડીપી ગ્રોથ રેટ 7.4 ટકા રહેવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. આનાથી બીજા છ માસિક જીડીપી ગ્રોથની ટકાવારી 7.2થી 7.3 ટકા રહેવાનો અનુમાન લગાવવામા આવી રહ્યો છે. જ્યારે આવતા વર્ષે 2019-20ના પાછલા છ માસિક (એપ્રિલ-સપ્ટેમ્બર 2019) સમયગાળા દરમિયાન આ 0.1 ટકાથી મામૂલી વૃદ્ધિ સાથે 7.5 ટકા રહેવાની આશા વ્યક્ત કરવામા આવી છે. જોકે, કમિટીને આમાં ઘટાડાની પણ આશંકા છે.

મોંઘવારી કંટ્રોલમાં પરંતુ ખતરો યથાવત

3થી 5 ડિસેમ્બર સુધી ચાલનારી સમીક્ષા બેઠક બાદ કમિટીએ કહ્યું કે, મોંઘવારીમાં ઘટાડાનો અંદાજો લગાવવામા આવ્યો છે અને ઓક્ટોબરની નાણાકિય સમીક્ષા બેઠકમાં જે પડકારોનો ઉલ્લોખ કરવામા આવ્યો હતો, તેમાંથી કેટલાક ખતરાઓ ટળી ગયા છે, ખાસ કરીને ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો આવી ચૂક્યો છે. જોકે, કેટલીક અનિશ્ચિતતાના કારણે મોંઘવારીને લઈને ખતરો બનેલો છે.

મોંઘવારી વધવાની આશંકાના કારણ

1. હાલમાં કેટલીક ખાદ્ય વસ્તુઓની કિંમત અસામાન્ય રીતે નીચલા સ્તર પર છે જેમાં અચાનક ઉછાળ આવવાની આશંકા છે. એવું ખાસ કરીને ઝડપી નાશ થનાર ખાદ્ય વસ્તુઓની કિંમતો સાથે થઈ શકે છે.

2. ઉપબ્ધ આંકડાઓ અનુસાર, જૂલાઈમાં પાકના ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય (એમએસપી) વધારવાની જાહેરાતની મોંઘવારી પર કઈ ખાસ અસર જોવા મલી નથી, પરંતુ આગળ તેની અસર દેખાવાની આશંકા કાયમ છે.
3. કાચા તેલની આંતરાષ્ટ્રીય કિંમતોમાં મોટો ઘટાડો થયો છે, પરંતુ વૈશ્વિક સ્તર પર આની માંગ, ભૂ-રાજનૈતિક તણાવો અને તેલ આપૂર્તિને લઈને ઓપેકના આગામી નિર્ણયને લઈને અનિશ્ચિતત્તાનો માહોલ બનેલો છે.

4. વૈશ્વિક નાણાકિય બજારોમાં ઉથલ-પુથલ હજું પણ ચાલું છે.

5. કેન્દ્ર અથવા રાજ્ય સ્તર પર નાણાકિય ટાર્ગેટથી ભટકી જવાની સ્થિતિમાં મોંઘવારીનો માહોલ બનશે, બજારમાં ઉથલ-પુથલ વધશે અને ખાનગી રોકાણનું માહોલ ખરાબ થશે

6. રાજ્ય સરકારના કર્મચારીઓને એચઆરએ વધારવાથી મુખ્ય મોંઘવારીમાં વૃદ્ધિની ગુંજાઈશને આપણે નકારી શકીએ નહી

ડિજિટલ ટ્રાન્જેક્શન માટે ઓમ્બડ્સમેન

તે ઉપરાંત, આરબીઆઈની એમપીસીએ ડિજિટલ ટ્રાન્જેક્શનની સ્પીડ પકડવાને નજરમાં રાખીને ડિજિટલ ટ્રાન્જેક્શન પર નજર રાખવા માટે એક કાનૂની સંસ્થા બનાવવાનો નિર્ણય કર્યો છે. કમિટીએ કહ્યું કે, જાન્યુઆરીના અંતમાં આનું નોટિફિકેશન આપવામા આવશે.

5-7 ફેબ્રુઆરીએ થશે વધુ એક બેઠક

પાછલી ત્રિમાસીક મોદ્રિક નીતિ સમીક્ષામાં પણ આરબીઆઈએ રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. કેન્દ્રીય બેંકે ચેતવણી આપતા કહ્યું હતુ કે, તેલની કિંમતમાં ઉતાર-ચઢાવ તથા વૈશ્વિક નાણાકિય સ્થિતિ કફોડી હોવાના કારણે મુદ્રાસ્ફિતી સામે વધારે જોખમ છે. આમ જોઈએ તો હવે તમારી લોનનો ઈએમઆઈ વધશે નહી અને સરકારના ધાર્યા અનુસાર જીડીપી ગ્રોથ રહેશે તો આવતા સમયમાં મોંઘવારીની મારમાંથી પણ મુક્તિ મળશે. જોકે, હવે નાણાકિય નીતિની સમીક્ષા પર આગામી બેઠક 5થી 7 ફેબ્રુઆરી સુધી ચાલશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp