ભારતીય શેરબજારમાં ફરી મંદી, આ છે માર્કેટ તૂટવાના કારણો

PC: khabarchhe.com

શેર બજારમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારે ગ્રીન ઝોનમાં ખુલેલું શેર બજાર રેડ ઝોનમાં આવી ગયું છે. જેના કારણે 500 પોઈન્ટનો ઘટાડો સેન્સેક્સમાં જોવા મળ્યો છે. જ્યારે 150 નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો છે. 54 હજારની સપાટી પર સેન્સેક્સ ઉપરના લેવલથી ખૂલ્યા બાદ નીચા લેવલે ટ્રેન્ડ કરી રહ્યો છે.

ક્રુડ ઓઈલ અને ફૂગાવાના ડરે વેચવાલી જોવા મળી રહી છે જેના કારણે શેર બજારમાં મંદીનો માહોલ ગત શુક્રવારી જોવા મળી રહ્યો છે. આ બન્ને પરીબળો વિશેષ નેગેટીવ અસર કરે છે. ગ્રીન ઝોનમાં ખુલેલું માર્કેટ રેડ ઝોનમાં ટ્રેન્ડ કરી રહ્યું છે. જેથી રોકાણકારો ફરીથી ધોવાયા છે. 54000ની સપાટી નીચામાં સેન્સેક્સ જોવા મળ્યો છે. મોટું ધોવાણ મિડકેપ અને સ્મોલ કેપમાં જોવા મળતા ફરી ચિંતા વધી છે.

ખાસ કરીને ભારતીય શેર બજારમં ઓક્ટોબરમાં 2021માં સર્વોચ્ચ સપાટી પર હતા ત્યારે અત્યારે 15 ટકા નીચે ટ્રેન્ડ કરી રહ્યા છે. તેના માટે વૈશ્વિક લેવલે અત્યારે યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ જવાબદાર ગણી શકાય. આ ઉપરાંત વિશ્વમાં આ પ્રકારે ફૂગાવાની નેગેટીવ અસર છે. ભારતીય અર્થતંત્રના ફંડામેન્ટલ જીએસટી, ઓટાસેલના આંકડાઓ અને આર્થિક આંકડાઓ આવ્યા છે તેના કારણે પ્લસ માઈનસ શેર બજારમાં જોવા મળી રહ્યું છે. તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વીકમાં પણ ગત વીકની જેમ મંદીનો માહોલ બુધવાર સુધીમાં જોવા મળ્યો છે, જેથી રોકાણકારો ધોવાઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp