આ કંપનીએ આપ્યું 40 વર્ષમાં 1600 ગણું વળતર

PC: amazonaws.com

ધીરુભાઈ હીરાલાલ અંબાણી. આ નામ જ કાફી છે. એક વ્યક્તિ જેણે પોતાની આગવી કોઠાસૂઝ, જોખમ ઉઠાવી, પ્રવાહની પલટાવી આજે દેશને એક આગવી કંપની આપી છે કે જેનું કુલ વેચાણ 1977ની સાલમાં માત્ર રૂ. 70 કરોડ હતું જે આજે રૂ. 3,30,000 કરોડ થયું છે – આને કહેવાય 4700 ગણો વધારો.

કંપનીનો નફો પણ રૂ. 3 કરોડથી વધી આજે 10,000 ગણો વધી રૂ. 30,000 કરોડ ઉપર પહોંચ્યો છે.

ધીરુભાઈ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપની છે. આ કંપનીનું જાહેર ભરણું આવેલું ત્યારે ખુદ ધીરુભાઈએ લોકોને શેરમાં રોકાણ કરવા માટે દેશભરમાં સભાઓ કરવી પડી હતી કે આ કંપનીમાં રોકાણ કરો, કંપની આગળ વધશે તો શેરહોલ્ડરને પણ ફાયદો થશે. લોકોના આ વિશ્વાસને કારણે રિલાયન્સના શેરહોલ્ડરની સંખ્યા દેશની કોઇપણ કંપની કરતા વધારે છે.

અને સામે ધીરુભાઈએ પોતાનું વચન પાળી બતાવ્યું છે. જે રોકાણકારોને વળતર આપવાની વાત કરી હતી એ રોકાણકરોએ જો એમનું માની 1977ની સાલમાં જયારે રિલાયન્સનો ઇસ્યુ આવ્યો ત્યારે તેમાં રૂ.1000નું રોકાણ કર્યું હતું તેમના રોકાણની અત્યારે બજાર કિંમત રૂ. 16,54,503 થાય છે. આ બતાવે છે કે રોકાણકારોએ ધીરુભાઈમાં મુકેલો વિશ્વાસ ખોટો નથી પડ્યો.

રૂપિયા પાંચ લાખ કરોડનું બજાર મૂલ્ય ધરાવતી આ કંપની દેશની સૌથી વધુ મૂલ્યવાન કંપની પણ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આજે 40મી વાર્ષિક સાધારણ સભા હતી અને તેમના પુત્ર અને કંપનીના વર્તમાન ચેરમેન મુકેશ અંબાણીએ આજે દેશમાં ટેલીકોમ ક્ષેત્રે ક્રાંતિ આણનાર પોતાની 4G સેવાઓમાં વધારની જાહેરાતો પણ કરી હતી.

કંપનીએ રૂ. 1500ની ડીપોઝીટ સાથે કે મોબાઈલ ફોન લોન્ચ કર્યો છે જે વિશ્વનો સૌથી સસ્તો 4G ફોન છે. તા.15 ઓગસ્ટથી આ ફોન બજારમાં ઉપલબ્ધ બનશે જેમાં ગ્રાહકે રોકેલી ડીપોઝીટ ત્રણ વર્ષ પછી કંપની પરત આપી દેશે. આ ફોન ધારકને માસિક રૂ. 153માં દર મહિના માટે અનલીમીટેડ ડેટા મફત આપવાની જાહેરાત પણ કરી છે. આ ઉપરાંત ફોન સાથે જીઓ કેબલ જોડી ટીવીમાં કેબલ ચેનલ પણ જોઇ શકાશે.

કંપનીઆ ઉપરાંત શેરહોલ્ડર માટે એક શેર દીઠ એક શેરના બોનસની પણ જાહેરાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp