રિલાયન્સનો શેર 3.25% તૂટતાં ઇન્વેસ્ટરોને થયું 2,00,00,00,00,000 રૂપિયાનું નુકસાન

PC: qz.com

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રોકાણકારોએ સોમવારે સવારે 45 મિનિટના ટ્રેડિંગમાં લગભગ 20,000 કરોડ રૂપિયા ગુમાવી દીઘા હતા. સોમવારે સવારે બજાર ખુલતાની સાથે જ કંપનીનો શેર 3.25% તૂટ્યો હતો. શેર શુક્રવારે 994.75 રૂપિયા પર બંધ થયો હતો જે સોમવારે 961.10 સુધી નીચે ગયો હતો.

શુક્રવારે કંપનીની માકેત કેપિટલ 6.30 લાખ કરોડ રૂપિયા હતી જે ઘટીને 6.10 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. આ સાથે જ શુક્રવારે કંપનીના ચોથા ક્વાર્ટરના રીઝલ્ટ આવ્યા હતા જેમાં કંપનીનો નફો 17.3% જેટલો વધ્યો હતો અને કંપનીની આવક 39% વધીને 1,29,120 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. આ રીઝલ્ટ બાદ આશા હતી કે શેરમાં ઉછાળ આવશે.

TCSએ હાલમાં 100 બિલિયન ડોલર ક્લબમાં એન્ટ્રી મારી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 100 બિલિયન ડોલર ક્લબમાં એન્ટ્રી કરવા માટે માત્ર 37,000 કરોડ રૂપિયાની જરૂર હતી કારણ કે શુક્રવારે કંપનીની માર્કેટ કેપ 12,335 કરોડ રૂપિયા વધીને 6,30,185.08 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ હતી. એટલે 100 બિલિયન ડોલર (6.67 લાખ કરોડ) ક્લબમાં પહોંચવા માટે કંપનીને 37,000 કરોડ રૂપિયાની જરૂર હતી. પરંતુ માર્કેટ કેપ ઘટવાના કારણે હવે રિલાયન્સનું 100 બિલિયન ડોલર ક્લબથી અંતર વધી ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp