શેરબજારની ટોચની 10માંથી 6 કંપનીઓનું 53000 કરોડનું ધોવાણ, રોકાણકારોને ફટકો

PC: hindustantimes.com

તાજી જાહેર થયેલી માર્કેટ વેલ્યુએશનમાં દેશની ટોચની 10 કંપનીઓમાંથી 6 કંપનીના માર્કેટ કૈપમાં 53,458 કરોડની કમી નોંધાઇ છે. સૌથી વધારે નુકસાન  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને થયું છે. તેની સાથે TCS, HDFC બેંક, HUL, HDFC અને ITC ની માર્કેટ કૈપમાં નીચે આવી ગઇ છે. જો કે તે છતાં TCS  દેશની સૌથી મોટી કંપનીઓની યાદીમાં પહેલા નંબર પર યથાવત છે. માર્કેટ વેલ્યુએશનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એમ કૈપ 23,926 કરોડ ઘટીને 8,10,889 કરોડ રહી ગઇ છે. હિન્દુસ્તાન યુનિલિવરની એમકૈપ 12,177 કરોડ રૂ. ઘટી છે. કંપનીની કુલ પૂંજી 3,82,888 કરોડ રૂપિયા આંકવામાં આવે છે.

 HDFCનું એમકેપ 7 હજાર 148 કરોડ રૂપિયા સુધી ઘટ્યું. હવે તેનું બજાર મૂલ્ય 3 લાખ 68 હજાર 796 કરોડ રૂપિયા રહી ગયું છે. વેલ્યુએશનમાં HDFC બેંકના એમકેપ 4 હજાર 785 કરોડ રૂપિયા ઘટીને 6 લાખ, 60 હજાર 69 કરોડ રૂપિયા થયું છે. ITC ના વેલ્યૂએશન 4 હજાર 535 કરોડ રૂપિયા ઘટ આવતાં તે 3 લાખ 36 હજાર 192 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસની વાત છે તો તેનું માર્કેટ કેપ 881 કરોડ ઘટીને 8 લાખ 44 હજાર 267 કરોડ રૂપિયા રહ્યું.

બીજી બાજુ, ICICI બેંકનું મૂલ્ય 8 હજાર 363 કરોડ રૂપિયા વધીને 2 લાખ 77 હજાર 957 કરોડ થયું. SBIના એમકેપમાં 4 હજાર 997 કરોડનો વધારો થયો છે. કંપનીનું મૂલ્ય 3 લાખ 11 હજાર 870 કરોડ થયું. તાજા આંકડા અનુસાર, ઇન્ફોસિસે પોતાની મૂડીમાં 4500 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. કંપનીનું મૂલ્ય 3 લાખ 27 હજાર 9 75 કરોડ રૂપિયા છે. કોટક મહિન્દ્રા બેન્કના એમકેપ 3 હજાર 70 કરોડ રૂપિયા વધીને 2 લાખ, 84 હજાર 420 કરોડ રૂપિયા થયું છે. ટોચની કંપનીઓની રેન્કિંગમાં TCS પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હાલ બીજા નંબર પર છે. તેના પછી ક્રમવાર HDFC બેંક, HUL, HDFC, ITC , ઇન્ફોસિસ, SBI , કોટક મહિન્દ્રા બેન્ક અને ICICI બેંકનો નંબર આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp