આ કંપની ખરીદવાની ખૂબ નજીક છે મુકેશ અંબાણી, શેર ખરીદવાની ઉત્તમ તક

PC: indianexpress.com

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં સતત વિદેશી રોકાણકારોની સંખ્યા વધતી જઈ રહી છે. દરમિયાન એવા સમાચાર મળી રહ્યા છે કે, હવે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) રીટેલ બિઝનેસમાં નિયંત્રણ માટે કિશોર બિયાનીની કંપની ફ્યુચર ગ્રુપની ભાગીદારી ખરીદવા જઈ રહી છે. આ ખબર બાદ સોમવારે ફ્યુચર રીટેલ લિમિટેડના શેરમાં 5%નો ઉછાળો જોવા મળ્યો હતો. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ અનુસાર, બંને વચ્ચે સમજૂતી અંતિમ ચરણમાં છે અને જલ્દી જ ડીલની જાહેરાત થઈ શકે છે.

આ પહેલા જૂનમાં બ્લુમબર્ગના એક રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું હતું કે, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ફ્યુચર ગ્રુપના કેટલાક એકમોની ભાગીદારી ખરીદી શકે છે. પરંતુ એ સમયે ફ્યુચર ગ્રુપે રિલાયન્સ ઈન્ડસ્ટ્રી સાથે કોઈ પણ પ્રકારની ડીલની ખબરથી ઈનકાર કરી દીધો હતો. રિલાયન્સના રોકાણથી ફ્યુચર ગ્રુપના સંસ્થાપક કિશોર બિયાનીને દેવુ ઓછું કરવામાં મદદ મળશે. એક રિપોર્ટ અનુસાર, બંને કંપનીઓ વચ્ચે નિયમો અને શરતોને લઈને સહમતિ થઈ ચુકી છે. ફ્યુચર ગ્રુપ સાથેની ડીલ બાદ રિલાયન્સની ગ્રોસરી, ફેશન અને રોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓની સ્થિતિ મજબૂત બની શકે છે. આ ખબર બાદ ફ્યુચર રીટેલના શેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે 4.99% ઉપર ગયા હતા.

એવી ખબર છે મુકેશ અંબાણી અને કિશોર બિયાની વચ્ચે ડીલ ફાઈનલ થયા બાદ ફ્યુચર રીટેલ, ફ્યુચર લાઈફસ્ટાઈલ ફેશન આને ફ્યુચર સપ્લાય ચેન સોલ્યુશન્સનો વિલય થઈ શકે છે. તેના પર મુકેશ અંબાણીનો માલિકી હક થઈ જશે. આ ડીલથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો ઈ-કોમર્સ બિઝનેસમાં દબદબો વધુ વધી જશે. નોંધનીય છે કે તેલ, ટેલિકોમ બાદ રિલાયન્સની નજર રીટેલ બજાર પર છે. હાલમાં જ ગ્રુપે રિલાયન્સ રીટેલ (Jiomart)ને ઓનલાઈન લોન્ચ કર્યું છે. જે સફળ રહ્યું છે. ફ્યુચરની 5 લિસ્ટેડ કંપનીઓ છે જેમાં, ફ્યુચર કન્ઝ્યુમર લિમિટેડ અને ફ્યુચર લાઈફસ્ટાઈલ ફેશન લિમિટેડ પણ સામેલ છે. ફ્યુચર ગ્રુપ પર અપોલો ગ્લોબલ મેનેજમેન્ટ ઈંક, બ્લેકસ્ટોન ગ્રુપ ઈંક અને UBS ગ્રુપ, AG જેવી કંપનીઓનું દેવુ બાકી છે.

બીજી તરફ ફ્યુચર ગ્રુપ પર વધતા દેવા અને ઘટતા વેલ્યુએશનનો દબાવ વધી રહ્યો છે. કોરોના વાયરસે સ્થિતિ વધારે કફોડી કરી નાંખી છે. ગ્રુપની લિસ્ટેડ કંપનીઓની વેલ્યુએશન 74 ટકાથી ઘટીને 10,464 કરોડ રૂપિયાની રહી ગઈ છે જ્યારે દેવું, 12 હજાર કરોડ રૂપિયાથી વધુનું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ વિષય પર મોકલેલા ઇ-મેલનો જવાબ નથી આપ્યો. આ સંભવિત ડીલથી જાણવા મળે છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ભારતીય ઓનલાઇન અને ઓફલાઈન રીટેલ બિઝનેસ પર પોતાનો ધાક જમાવવા માગે છે. મોર્ગન સ્ટેનલેએ હાલમાં જ રિલાયન્સ રીટેલની વેલ્યુએશન $ 29 અરબની જણાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp