શેરમાર્કેટમાં મોટું ગાબડું, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીનું પણ નબળું વલણ

PC: thebalance.com

શેરમાર્કેટમાં આજે ખૂલતાની સાથે મોટું ગાબડું પડતા હાહાકાર મચી જવા પામ્યો હતો. ગુરુવારે હાલમાં (12.04PM) સેન્સેક્સ વધુ ગબડ્યો છે. તેમાં હાલમાં 810.87નો ઘટાડો નોંધાયો છે. નિફ્ટીની વાત કરીએ તો તે પણ ભારે ઘટાડા સાથે વ્યાપાર કરી રહ્યો છે. હાલમાં તે 261.50 પોઈન્ટના ઘટાડા સાથે 10,596.75 પોઈન્ટ પર કારોબાર કરી રહ્યો છે.

હાલમાં RIL, આઈસર મોટર્સ, હીરો મોટોકોર્પ અને TCSના શેરોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. શેર માર્કેટે આ અઠવાડિયાના ચોથા દિવસની શરૂઆત ભારે ઘટાડા સાથે કરી છે. ગુરુવારે સેન્સેક્સ 500 પોઈન્ટના ભારે ઘટાડા સાથે ખુલ્યો અને નિફ્ટી પણ 155 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. ક્રૂડ ઓઈલની કિંમતોની અસર શેરમાર્કેટમાં નજર આવી રહી છે. તેના કારણે સેન્સેક્સે ગુરુવારે 506.33 પોઈન્ટના ઘટાડા 35,469.30 પોઈન્ટના સ્તરે વ્યાપારની શરૂઆત કરી છે.

જણાવી દઈએ કે બુધવારે ઘટાડા સાથે શરૂઆત કર્યા બાદ શેર માર્કેટ બંધ પણ ઘટાડા સાથે જ થયું હતું. રૂપિયાનું અવમૂલ્યન અને ક્રૂડ ઓઈલની કિંમતમાં થઈ રહેલા વધારાને જોતા આ ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે સેન્સેક્સ 550.51 પોઈન્ટના ઘટાડા સાથે 36 હજારની નીચે આવી ગયો હતો અને 35,975.63 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 150.05 પોઈન્ટ તૂટીને 10,858.25 પોઈન્ટ પર બંધ થયો હતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp