સેન્સેક્સ 50 અંક ટૂટ્યો, નિફ્ટી નજીવા ઘટાડા સાથે 10730 નીચે ખુલ્યો

PC: dollarsandsense.sg

સોમવારે શેરબજાર સામાન્ય ઘટાડા સાથે ખુલ્યું. કારોબારની શરૂઆતમાં સેન્સેક્સ 50.02 અંક સુધીના ઘટાડા સાથે 35692.05 પર ખુલ્યો અને ત્યાંજ નિફ્ટી 25.20 અંકના ઘટાડા સાથે તે 10728.80 પર ખુલ્યો.

આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 689.60 અંક એટલેકે 1.89 ટકા ઘટીને 35742.07 પર અને નિફ્ટી 200.70 અંક એટલેકે 1.83 ટકા ઘટીને 10751.00 પર બંધ થયો. જાપાનની આગેવાનીમાં વધુમાં વધુ એશિયાઇ બજારોમાં ઘટાડાનો અસર શુક્રવારે ભારતીય શેરબજાર પર પણ જોવા મળ્યો.

ટોપ ગેઇનર

ઇંફોસીસ, સનફાર્મા, અદાણી પોટ્સ, TCS, યસ બેંક

ટોપ લૂઝર

હીરો મોટો કોર્પ, JSW સ્ટીલ, બજાજ ઓટો, HDFC, ગેલ

એશિયાઇ બજાર નરમ, SGX નિફ્ટી 15% નીચે

બજાર માટે ગ્લોબલ સંકેત હાલમાં નરમ છે. એશિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે આજે જાપાનનું બજાર બંધ છે. SGX નિફ્ટી લગભગ 15 અંકની નીચે કારોબાર કરી રહ્યા છે. સરકારી શટડાઉનથી શુક્રવારે અમેરીકી બજાર ત્રણ અંક સુધી તૂટી બંધ રહ્યું હતું.

જાપાનનું બજાર નિક્કેઇ આજે બંધ છે. ત્યાંજ હેંગ સેંગ 229.73 અંક એટલેકે લગભગ 0.9 ટકાના ઘટાડા સાથે 25523.69 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. ત્યાંજ SGX નિફ્ટી 16 અંક એટલેકે 0.15 ટકાના ઘટાડા સાથે 10776ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

કોરિયાઇ બજારનો ઇન્ડેક્સ કોસ્પી 0.25 ટકા ઘટ્યો છે. જ્યારેકે સ્ટ્રેટ્સ ટાઇમમાં 0.36 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તાઇવાન ઇન્ડેક્સ 9 અંક એટલેકે 0.09 ના ઘટાડા સાથે 9637.55 પર હાલમાં જોવા મળી રહ્યો છે. જોકે શંઘાઇ કમ્પોઝિટ 0.4 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp