પટેલના રાજીનામા અને ઇલેક્શન ઇફેક્ટના પગલે શેરબજારમાં 500 પોઇન્ટનો કડાકો

PC: thebalance.com

ઉર્જિત પટેલના આરબીઆઇ ગવર્નર પદથી રાજીનામાં અને વિધાનસભા ઇલેક્શન પરિણામના રૂઝાનમાં બીજેપીને મળેલ સંભવિત ઝાટકાથી શરબજાર ઘેરા આધાતમાં જોવા મળી રહ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેંજના 31 શેરનો સૂચકઆંક સેન્સેક્સ 375.59 એક એટલેકે 1.07 ટકા તૂટીને 34584 પર ખુલ્યો. નેશનલ સ્ટોક એક્સચેંજના 50 શેરનો સંવેદી સૂચકઆંક નિફ્ટી 138.40 અંક એટલેકે 1.32 ટકા તૂટીને 10350.05 પર ખુલ્યો હતો. 9:21 વાગે સેન્સેક્સ પર કુલ 23 શેરના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. જ્યારે કે આઠ શેરના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ત્યાંજ નિફ્ટી પર 39 શેરોમાં વેચવાલી જ્યારે 11 શેરમાં લેવાલી કરવામાં આવી રહી હતી.

આ દરમિયાન સેન્સેક્સ પર ચઢનાર શેરમાં યસબેંક 2.81 ટકા, એસબીઆઇ 0.88 ટકા, વેદાંતા 0.44 ટકા, આઇટીસી 0.32 ટકા, એશિઅન પેઇન્ટ 0.18 ટકા, વિપ્રો 0.14 ટકા અને બજાજ ઓટો 0.02 ટકા સુધી મજબૂત જોવા મળ્યા હતા. જ્યારે નિફ્ટી યસ બેંકના શેરમાં 3.11 ટકા, ઝી એન્ટરટેઇનમેન્ટના શેરમાં 1.02 ટકા, ટેક મહિન્દ્રામાં 0.78 ટકા, વિપ્રોના 0.75 ટકા ગેઇલના શેરમાં 0.71 ટકા સુધીની મજબૂતી જોવા મળી હતી.

જોકે સેન્સેક્સ પર જે શેર લાલ નિશાનીમાં ચાલી રહ્યા હતા તેમાં ઇંડસઇન્ડ બેંક 2.65 ટકા, એચડીએફસી 2.32 ટકા, રિલાયન્સ 2.07 ટકા, આઇસીઆઇસીઆઇ બેંક 1.75 ટકા, કોટક મહિન્દ્રા બેંક 1.71 ટકા, ભારતી એરટેલ 1.27 ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.22 ટકા સૂધી તૂટ્યા હતા. ત્યાંજ નિફ્ટી પર સૌથી નબળા દેખાનારા શેરમાં રિલાયન્સ 1.99 ટકા, એચડીએફસી 1.76 ટકા, ઇંડસઇન્ડ બેંક 1.70 ટકા, આઇસીઆઇસીઆઇ બેંક 1.65 ટકા અને એચડીએફસી બેંક 1.57 ટકા સુધી તૂટ્યા હતા.

આ દરમિયાન નિફ્ટી મીડીયા અને નિફ્ટી પીએસયુ બેંકને છોડી નિફ્ટીના તમામ સેક્ટોરલ ઇન્ડાઇસીસ લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે. સાડા નવ વાગ્યા સુધીમાં સેન્સેક્સ 445.49 અંક એટલેકે 1.27 ટકા તૂટીને 34514.23 જ્યારે નિફ્ટી 115.05 અંક એટલેકે 1.10 ટકા નરમ પડી 10373.40 પર રહ્યો હતો. આ પહેલા સોમવારે સેન્સેક્સ 713.53 અંક એટલેકે 2 ટકા અને નિફ્ટી 205.25 અંક એટલેકે 1.92 ટકા ટૂટીને ક્રમશ: 34959.72 અને 10488.45 પર બંધ રહ્યો હતો. ઇલેક્શન ઇફેક્ટને જોતા ઘણા ઇન્વેસ્ટરોને રડવાનો વારો આવી શકે તેમ લાગી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp