શેરબજારમાં ચારેતરફ વેચવાલી, સેન્સેક્સ 370 અંક તૂટીને 37800 પર પહોંચ્યો

PC: dnaindia.com

ગ્લોબલ બજારોમાં ઘટાડા બાદ સોમવારે ભારતીય શેર બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો. અઠવાડિયાના પહેલા દિવસે શરૂઆતની મિનિટોના કારોબાર દરમિયાન સેન્સેક્સ આશરે 370 અંક તૂટીને 37800ના સ્તર પર આવી ગયો. તો બીજી તરફ નિફ્ટી પણ 100 અંકના ઘટાડા સાથે 11400ની નીચે 11300ના સ્તર પર છે. BSE અને નિફ્ટીના તમામ મુખ્ય સેક્ટર ઈન્ડેક્સમાં વેચાણ જોવા મળી રહ્યુ છે. સૌથી વધુ ઘટાડો વેદાંતામાં નોંધાયો છે. વેદાંતા શેર આશરે 2 ટકા કરતા વધુ કમજોર થયા.

શરૂઆતના કારોબારમાં જે શેરોમાં વધારો નોંધાયો હતો, તેમાં NTPC, ONGC, કોલ ઈન્ડિયા અને Maruti છે. સૌથી વધુ વધારો NTPCમાં આશરે 1.10 ટકા રહ્યો. જે શેર લાલ નિશાન પર ટ્રેડ કરતા દેખાયા તેમાં વેદાંતા, કોટક બેંક, સનફાર્મા, ટાટા સ્ટીલ, SBIN અને ટાટા મોટર્સ ઉપરાંત L&T, ICICI Bank, રિલાયન્સ રહ્યા. શરૂઆતના ટ્રેડિંગમાં વેદાંતાના શેર 2 ટકા કરતા પણ વધુ નરમ જોવા મળ્યા. આ ઉપરાંત. જે શેરોના ભાવોમાં ઘટાડો નોંધાયો હતો, તેમાં પાવરગ્રિડ, બજાજ ફાયનાન્સ, Heromoto Corp, HUL, બજાજ ઓટો, ITC, HDFC Bank, એશિયન પેઈન્ટ, Infosys રહ્યા.

આ અગાઉ શુક્રવારે સેન્સેક્સ વધારા સાથે ખુલ્યુ હતુ, પરંતુ વેચવાલીને કારણે 222.14 અંક એટલે કે 0.58 ટકા ઘટીને 38164.61 પર બંધ થયો. તો બીજી તરફ NSEનું નિફ્ટી પણ 64.15 અંક એટલે કે 0.56 ટકા ઘટીને 11456.90 અંક પર આવી ગયો હતો. આ ઉપરાંત, શુક્રવારે રૂપિયો 68.95ના સ્તર પર બંધ થયો હતો. શુક્રવારે રૂપિયો 13 પૈસા નરમ જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp