વેચવાલીને પગલે શેરબજારમાં હાહાકાર, નિવેશકોના ડૂબ્યા 2 લાખ કરોડ

PC: thelucknowtribune.com

ભારતીય શેરબજારમાં શુક્રવારે નિરાશાનો માહોલ રહ્યો. આ કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો. સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ 560 અંક તૂટીને 38 હજીર 337ના સ્તર પર બંધ થયો. તેમજ નિફ્ટીની વાત કરીએ તો 117.65 અંકોના ઘટાડા સાથે તે 11420ના સ્તર પર રહ્યો.

શેરબજારના આ સ્તર બે મહિનાની નીચલા સ્તર છે. બજારમાં આ ઘટાડાનો ઝટકો નિવેશકોને પણ લાગ્યો અને એક દિવસમાં તેમના 2.09 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા. રિપોર્ટ અનુસાર, ગુરુવારે BSE પર લિસ્ટેડ કુલ કંપનીઓનો માર્કેટ કેપ 14746534.89 કરોડ રૂપિયા હતો, જે શુક્રવારે ઘટીને 14537286.35 કરોડ રૂપિયા પર આવી ગયો. એટલે કે માત્ર એક દિવસમાં 2 લાખ કરોડ રૂપિયા કરતા વધુનો ઘટાડો આવ્યો છે.

કારોબારના અંતમાં મહિન્દ્રા અને બજાજ ફાયનાન્સના શેર 4 ટકા કરતા વધુ ઘટાડા સાથે બંધ થયા. તેમજ ટાટા મોટર્સ, ઈન્ડસઈન્ડ બેંક અને હીરો મોટોકોર્પના શેરમાં પણ 3 ટકા કરતા વધુના ઘટાડો આવ્યો. યસ બેંક માટે શુક્રવારનો દિવસ નિરાશ કરનારો રહ્યો.

શેરબજારમાં ઘટાડોનું મુખ્ય કારણ વિદેશી પોર્ટફોલિયો નિવેશકો (FPI)ના સરચાર્જ પર નાણા મંત્રી નિર્મલા સીતારમનનું નિવેદન છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે નિર્મલા સીતારમને સંસદમાં કહ્યું કે, FPIને સરચાર્જ પર કોઈપણ પ્રકારની છૂટ આપવામાં નહીં આવશે. જણાવી દઈએ કે, બજેટમાં નાણા મંત્રીએ વાર્ષિક 2થી 5 કરોડની આવક પર ઈનકમ ટેક્સ ઉપરાંત, સરચાર્જ 15 ટકાથી વધીને 25 ટકા અને 5 કરોડ કરતા વધુની આવક પર 37 ટકા કરી દીધો હતો. જેને કારણે બંને ગ્રુપ પર કુલ ટેક્સ વધીને ક્રમશઃ 39 ટકા અને 42.74 ટકા થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp