ચૂંટણી પરિણામ પહેલા શેર માર્કેટમાં ભૂકંપ, સેન્સેક્સમાં 615 પોઈન્ટનો કડાકો

PC: thebalance.com

મંગળવારે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પરિણામ આવવાના છે પરંતુ તેના પહેલા-પહેલા શેર માર્કેટમાં હાહાકાર મચી ગયો છે. સોમવારે સેન્સેક્સ 615 પોઈન્ટ તૂટીને 35,058.76 પર વ્યાપાર કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 193.55 પોઈન્ટ તૂટીને 10,500ના સ્તર પર છે. જણાવી દઈએ કે, ચૂંટણી પરિણામોથી પહેલા શુક્રવારે એક્ઝિટ પોલના પરિણામ આવ્યો અને અહી બીજેપી માટે સ્થિતિ ચિંતાજનક બતાવવામાં આવી રહી છે.

બેન્કિંગ સેક્ટના શેરમાં સતત ઘટાડો ચાલું છે. જે શેરોમાં સૌથી વધારે ઘટાડો આવ્યો છે તેનામાં વિપ્રો, એક્સિસ બેંક, ઈન્ડસ્લૈન્ડ બેંક, પાવર ગ્રિડ, ઓએનજીસી, એચડીએફસી બેંક, આઈટીસી, એલએન્ડટી, તાતા સ્ટીલ, એનટીપીસી, એસબીઆઈએન, હિરો મોટોકોપ સામેલ છે.

આનાથી પહેલા પાછલા સપ્તાહે શુક્રવારે ફાઈનાન્સિયલ અને બેંક શેરોમાં ખરીદી વધવાથી સેન્સેક્સ 361 પોઈન્ટ મજબૂત થઈને 35673ના સ્તર પર બંધ થયો. જ્યારે નિફ્ટી પણ 92 પોઈન્ટની તેજી સાથે 10693 પોઈન્ટ પર બંધ થયો. જ્યારે ગુરૂવારે થોડો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 572 પોઈન્ટ તૂટીને 35312ના સ્તર પર બંધ થયો. જ્યારે નિફ્ટી 181 પોઈન્ટ તૂટીને 10601ના સ્તર પર આવી ગયો હતો.

રૂપિયાનું ધોવાણ ચાલું
ડોલર સામે રૂપિયાની શરૂઆત પણ ભારે ઘટાડા સાથે થઈ. રૂપિયો 54 પૈસા તૂટીને 71.34ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે પાછલા સત્રમાં રૂપિયો 10 પૈસાની મજબૂતી સાથે 70.80ના સ્તર પર બંધ થયો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp