લેવાલીથી તેજીમાં ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 77 અંક તો નિફ્ટી 27 અંક ઉછળ્યો

PC: pixabay.com

ઓટો મોબાઇલ સેક્ટરના શાનદર પ્રદર્શનથી કારોબારી સત્રના છેલ્લા દિવસે શુક્રવારે શેરબજાર તેજીમાં ખુલ્યું. BSEનો 31 કંપનીઓના શેર પર આધારિત સંવેદી સૂચકઆંક સેન્સેક્સ 77.08 અંકોની તેજી સાથે 35590.79 પર ખુલ્યો. ત્યાંજ નેશનલ સ્ટોક એક્સચેંજ નો 50 કંપનીઓના શેર પર આધારિત સંવેદી સૂચકઆંક નિફટી 27.45 અંકોના ઉછાળા સાથે 10699.70 પર ખુલ્યો.

નરમ વૈશ્વિક વલણ અને વિદેશી તેમજ સ્થાનિક રોકાણકારોને ભારે વેચવાલીના કારણે ગૂરૂવારે શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયો હતો. સેન્સેક્સ 377.81 અંક ટૂટીને 35513.71 પર બંધ થયો હતો. ત્યાંજ નિફ્ટી 120.25 અંક ના ઘટાડા સાથે 10672.25 પર બંધ થયો હતો.

શરૂઆતી કારોબારમાં BSEની 27 કંપનીઓના શેરમાં લેવાલી જ્યારે કે ચાર કંપનીઓના શેરમાં વેચવાલી જોવા મળી હતી. NSE પર 43 કંપનીઓના શેર ગ્રીન સિગ્નલમાં તો સાત કંપનીઓના શેર રેડ સિગ્નલ પર કારોબાર કરી રહ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp